GBSના શંકાસ્પદ કેસોના પગલે મહીસાગર જિલ્લામાં સતત બીજા દિવસે શાળાઓ-આંગણવાડીઓમાં ખાદ્યસામગ્રી તથા પીવાના પાણીનું સઘન ચેકિંગ

GBSના શંકાસ્પદ કેસોના પગલે મહીસાગર જિલ્લામાં સતત બીજા દિવસે શાળાઓ-આંગણવાડીઓમાં ખાદ્યસામગ્રી તથા પીવાના પાણીનું સઘન ચેકિંગ
**
રિપોર્ટર
અમીન કોઠારી મહીસાગર
બાળકોને પીરસવામાં આવતા મધ્યાહ્ન ભોજન અને પૌષ્ટિક આહારની ગુણવત્તા, સ્વચ્છતા અને સંગ્રહ વ્યવસ્થાની ઝીણવટભરી તપાસ
***



જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીની ૧૦૧ ટીમ દ્વારા ૧૩૧ શાળાઓની ચકાસણી કરવામાં આવી
**
મહીસાગર જિલ્લામાં ગુલિયન-બેરી સિન્ડ્રોમ (GBS)ના શંકાસ્પદ કેસો સામે આવ્યા બાદ બાળકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના માર્ગદર્શન હેઠળ સતત બીજા દિવસે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીની ૧૦૧ ટીમ દ્વારા ૧૩૧ પ્રાથમિક શાળાઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ વિશેષ ઝુંબેશ વિવિધ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ દ્વારા શાળાઓ-આંગણવાડીઓની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. તપાસ દરમિયાન મધ્યાહ્ન ભોજન યોજના (PM POSHAN) તથા આંગણવાડીમાં બાળકો માટે તૈયાર થતા ગરમ તાજા નાસ્તા અને ભોજનની ગુણવત્તા, રાંધવાની રીત અને તે માટે વપરાતા અનાજ, તેલ, મસાલા તથા શાકભાજીની શુદ્ધતા તપાસવામાં આવી. આ ઉપરાંત રસોઈ બનાવવાની જગ્યા, વાસણોની સ્વચ્છતા તેમજ કચરાના યોગ્ય નિકાલ અંગે કડક સૂચનાઓ આપવામાં આવી.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ શાળા સંચાલકો, આચાર્યશ્રીઓ, મધ્યાહ્ન ભોજન સંચાલકો તેમજ આંગણવાડી કાર્યકરોને બા




