GUJARATKUTCHMANDAVI

“સ્વચ્છતા હી સેવા” અંતર્ગત કચ્છના શહેર તથા ગામોમાં ચાલતી સઘન સફાઇ ઝુંબેશ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૧૮ ઓક્ટોબર : દરેક શહેરમાં “સ્વચ્છતા હી સેવા” અભિયાન હેઠળ વિવિધ જગ્યાઓએ અનેક જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે શહેરો તથા ગ્રામ્યકક્ષાએ જાહેર મિલ્કત અને ગામને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે.કચ્છ જિલ્લામાં માંડવી અને રાપર નગરપાલિકા દ્વારા દિવસ અને રાત્રિ સફાઇ કામગીરી કરવામાં આવી હતી. આ સાથે પડાણા, સતાપર તથા બુઢારમોરા સહિતની વિવિધ પંચાયત દ્વારા વિવિધ વિસ્તાર સ્થળોએ સફાઈ કરવામાં આવી હતી. સ્વચ્છતા માટે જનજાગૃતિ કેળવાય તે માટે રચનાત્મક કાર્યો કરવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!