GUJARATKUTCHMANDAVI

સ્વસ્થ બાળક અને માતાના સ્વાસ્થ્ય માટે પૂરક પોષણ યોજના અંતર્ગત સઘન જનજાગૃતિ અભિયાન.

સેજાકકક્ષાએ પોષણ ઉત્સવ કાર્યક્રમ જાગૃતિ સાથે લાભાર્થીઓને આરોગ્ય વિશે અપાતી માહિતી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૧૮ સપ્ટેમ્બર : પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ મધ્યપ્રદેશના ધાર ખાતેથી રાષ્ટ્રવ્યાપી ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અભિયાન અને પોષણ માસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે કચ્છને કુપોષણ મુક્ત કરવામાં જિલ્લામાં આઇ.સી.ડી.એસ. હેઠળ વિવિધ સક્રિય કામગીરી કરવામાં આવી રહી છે.કચ્છ જિલ્લામાં સ્વસ્થ બાળક અને માતાના સ્વાસ્થ્ય માટે પૂરક પોષણ યોજના અંતર્ગત સઘન જનજાગૃતિ અભિયાન હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આંગણવાડી કેન્દ્રો દ્વારા ટેક હોમ રાશન (માતૃશક્તિ, પૂર્ણાશક્તિ ,બાલશક્તિ) વિનામૂલ્યે પુરૂ પાડવાનું છે. જેમાં લાભાર્થીઓની દૈનિક પોષણની જરૂરિયાતના એક તૃતીયાંશ ભાગનું પોષણ પૂરુ પાડવામાં આવે છે. આ સાથે મીલેટશ્રી અન્ન નાના દાણાવાળા ધાન્ય જેવા કે બાજરી, જુવાર, નાગલી (રાગી), કાંઘ, સામો, કોદરી, વરી તેમજ સરગવા જેવા પૌષ્ટિક ખાદ્યોની વાનગીનો રોજિંદા જીવનમાં ઉપયોગ થાય તે માટે લાભાર્થીઓને જાગૃત કરવામાં આવે છે. પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરીને તેનો વપરાશ વધે તે દિશામાં કામગીરી કરવામાં આવે છે.સેજા કક્ષાએ ‘પોષણ ઉત્સવ’ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે જેમાં દરેક સેજામાં અંદાજિત ૨૦૦ થી ૨૫૦ જેટલા લોકોએ લાભ લીધો છે. લાભાર્થીઓને પોષણનું મહત્વ અને તેના દૈનિક જીવન પર થતી સકારાત્મક અસરો વિશે માહિતીગાર કરવામાં આવ્યા છે. આ સાથે પોષણ ઉત્સવ અંતર્ગત શ્રી મીલેટ (જાડા ધાન્ય) અને THR ના ઉપયોગથી વાનગી નિદર્શન, પ્રદર્શન અને હરીફાઈ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક સમુદાયો, માતાઓ, બાળકો અને કિશોરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમ અંતર્ગત સ્પર્ધામાં ભાગ લેનાર વિજેતાને પ્રમાણપત્રથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ કચ્છ જિલ્લાને કુપોષણમુક્ત બનાવવાના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે અને સમાજમાં પોષણ જાગૃતિનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.

Back to top button
error: Content is protected !!