BHACHAUGUJARATKUTCH

વિકાસ સપ્તાહ અંતર્ગત ભચાઉ મધ્યે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ની ઉજવણી કરાઈ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.

ભચાઉ ,તા-૧૧ ઓક્ટોબર : ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો.નારાયણ સિંઘ સાહેબ , સી.એચ.સી ભચાઉ અધિક્ષક ડો. કુમાર સાહેબ અને અર્બન મેડિકલ ઓફિસર ડો.તુષાર સાહેબ ના માર્ગદર્શન હેઠળ “વિકાસ સપ્તાહ અંતર્ગત ” આજ રોજ 11 ઓક્ટોબર ના આરોગ્ય કેન્દ્ર ભચાઉ મધ્યે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થય કાર્યક્રમ અંતર્ગત આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમા શિબિર, રેલી તેમજ વકતૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ. શિબિર માં સ્વચ્છતા, પોષણ તેમજ દીકરો અને દીકરી એક સમાન છે , બેટી બચાવો , બેટી પઢાવો, પી.સી.પી.એન.ડી.ટી. એક્ટ , રસીકરણ , કુપોષણ મુક્ત ગુજરાત, નમો શ્રી , પ્રધાનમત્રી જન આરોગ્ય યોજના , ટી.બી. મુક્ત ભારત , પાણી અને વાહક જન્ય રોગ અટકાયતી પગલાંઓ, શાળા આરોગ્ય , હાથ ધોવા ની પધ્ધતિ વગેરે વિશે માહિતી આપવામાં આવી.કાર્યકમ માં મહિલા બાળ અધિકારી અવની રાવલ,સી.એચ. સી . અધિક્ષક ડો.કુમાર સર, ગાયનેક ડો. પાર્થ ભટ્ટ, તાલુકા હેલ્થ સુપરવાઈઝર દિપકભાઈ દરજી, જયશ્રીબેન કરમટા, એડોલેશન્ટ હેલ્થ કાઉન્સેલર દિશા સુથાર, એલ.ટી પ્રદીપભાઈ પટેલ હાજર રહી માર્ગદર્શન આપેલ. 56 જેટલી કિશોરીઓ તેમજ આશા બહેનો હાજર રહ્યા હતા.જેમાં દરેક દીકરી ને પ્રોત્સાહન ઇનામ આપી ને એનું સન્માન કરવા માં આવ્યું હતું.કિશોરી નું વજન,ઊંચાઈ, બી.એમ.આઈ. તેમજ એચ.બી કરવા માં આવ્યું હતું.દરેક દીકરી આપણા સમાજ ની આશા અને રાષ્ટ્ર ના ભવિષ્ય ની ઓળખ છે. દરેક દીકરી ને શિક્ષણ, સુરક્ષા, સમાન હક મળે તે માટે સૌએ પ્રતિજ્ઞા લીધી.

Back to top button
error: Content is protected !!