આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ ૨૦૨૫ સહકાર થી સમૃદ્ધિ હેઠળ બનાસ બેંકના ચેરમેનશ્રી ડાહ્યાભાઈ પીલીયાતર અને અધિકારી/કર્મચારીઓએ પોસ્ટ કાર્ડ લખીને વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કર્યો
1 ઓકટોબર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવા ઐતિહાસિક પગલાં ભર્યા છે. સહકાર મંત્રાલયની સ્થાપના કરીને “સહકારથી સમૃદ્ધિ”નો દ્રષ્ટિકોણ આપ્યો છે. સહકારી બેંકોને વ્યાવસાયિક બેંકો જેવો દરજ્જો આપીને ખેડૂતોને સસ્તા અને સરળ વ્યાજે લોન ઉપલબ્ધ કરાવી છે. આ સાથે જ PACSનું કમ્પ્યુટરાઇઝેશન કરીને દેશની લાખો સહકારી સોસાયટીઓને ડિજિટલ માધ્યમ સાથે જોડવાની યોજના અમલમાં લાવી છે, જેના કારણે પારદર્શકતા અને ઝડપથી સેવા પૂરી પાડવાનું સુનિશ્ચિત બન્યું છે.આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ હેઠળ સહકારી બેંક ક્ષેત્રે નવીનીકરણ અને ઘર આંગણે સુવિધાઓ પ્રદાન થતા બનાસકાંઠા સ્થિત બનાસ બેન્કના ચેરમેનશ્રી ડાહ્યાભાઈ પીલીયાતર અને બનાસ બેન્કના અધિકારીઓ/કર્મચારીઓએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને પોસ્ટ કાર્ડ લખીને આભાર વ્યક્ત કર્યો હતો. જેમાં પશુ નિભાવ ખર્ચ માટે ઝીરો ટકા વ્યાજે મળતી ૨ લાખ સુધીની KCC લોન, ગ્રામ્ય કક્ષાએ માઇક્રો ATM જેવી સુવિધા, PACS કોમ્પ્યુટરાઈઝેશન, કોમન સર્વિસ સેન્ટર, નેશનલ કો ઓપરેટિવ એક્સપોર્ટ્સ લિમિટેડની રચના, ગ્રામીણ સોયાટીઓને ડિજિટલ માધ્યમ સાથે જોડવા માટેની ઝુંબેશ વગેરે બાબતોએ બનાસ બેન્કના ચેરમેનશ્રી અને કર્મચારીઓએ તથા સહકારી ક્ષેત્રના આગેવાનોએ વડાપ્રધાનશ્રીને પોસ્ટ કાર્ડ લખીને આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરદંશી નિર્ણયો હેઠળ સહકારી ક્ષેત્ર વધુ મજબૂત બન્યું છે તથા ગ્રામ્ય અર્થતંત્ર પણ મજબૂત બન્યું છે, વિવિધ સુવિધાઓથી ખેડૂતોને ઘર આંગણે સીધો લાભ મળ્યો છે અને સહકારી બેંકો લોકોના વિશ્વાસનું કેન્દ્ર બની છે.