GUJARATHALOLPANCHMAHAL

હાલોલની કલરવ શાળામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૧.૬.૨૦૨૫

તારીખ 21/6/2025 ને શનિવાર ના રોજ શાળાના પરિસરમાં કરો યોગ ,રહો નીરોગની ઉક્તિને સાર્થક કરતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળાના 350 વિદ્યાર્થીઓએ યોગનો લાભ લીધો હતો.આ વિદ્યાર્થીઓને યોગનું પ્રશિક્ષણ શાળાના વ્યાયામ શિક્ષક વિજયભાઈ ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ આપવામાં આવ્યું હતું.જેમાં ધોરણ 6 થી 8 ના પ્રતિનિધિત્વ વિદ્યાર્થીઓ દ્વારા યોગ કરાવવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત શાળાના શિક્ષક સુમનભાઈ ઉપાધ્યાય એ ઓમકારના પઠન થી કરી હતી.આ દિન નિમિત્તે શાળાના આચાર્ય ડો. કલ્પનાબેન જોશીપુરા એ પ્રસંગોચિત ઉદબોધન આપ્યું હતુ .જેમાં તેમને ભારતીય સંસ્કૃતિમાં યોગનું મહત્વ કેટલું છે તે સમજાવ્યું અને આપણા મા. વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો.તેમજ ભારતના દરેક નાગરિકે યોગ કરીને નિરોગી રહેવું જોઈએ તેવી આશા વ્યક્ત કરી હતી.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક સુમનભાઈ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!