
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ,તા-૨૧ જૂન : પાલારા ખાસ જેલ, ભુજ ખાતે પોલીસ મહાનિદેશકશ્રી, જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી અમદાવાદના માર્ગદર્શન મુજબ ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પુરૂષ તથા મહિલા કેદીઓએ યોગાસનો કરીને યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા.આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આર્ટ ઓફ લીવીંગ ભુજના પંકજભાઇ જોષી, હિમાંશુભાઇ પટેલ, કિર્તીભાઇ પાઠક, દિનેશભાઇ ઉપાધ્યાયે યોગાસન તથા પ્રાણાયામ કરાવ્યા હતા. સામુહિક યોગ અભ્યાસમાં તમામ બંદીવાનોને યોગ વિશેની સમજ આપવામાં આવી હતી. યોગ ઈન્સ્ટ્રકરઓ દ્વારા સર્વેને વિવિધ યોગા અભ્યાસ કરાવવામાં આવ્યા હતા તથા યોગ કરવાથી થતાં ફાયદાઓની સમજ આપવામાં આવી હતી આ મહિલા વિભાગમાં પણ આર્ટ ઓફ લીવીંગ, ભુજના ગાયત્રીબેન દ્વારા મહિલા કેદી/આરોપીઓને તેમજ મહિલા કર્મચારીઓને યોગાસનનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે તમામ બંદીવાનો અને જેલ અધિકારી/કર્મચારીઓએ દૈનિક જીવનમાં યોગને અપનાવવાનો સંકલ્પ લીધો હતો.
આ કાર્યક્રમમાં જેલના અધિક્ષક બી.બી.પરમાર, જેલર બી.કે.જાખલ, ઇ.ચા.જેલર એસ.એમ.બારીઆ,જનરલ સુબેદાર સી.પી.સોઢા તથા જેલ સ્ટાફ, એસ.આર.પી.ના સ્ટાફ જવાનો તથા DLSA, ભુજના એડવોકેટ આર.કે.સમેજા, એ.ડી.ગરવા સહિતના જોડાયા હતા.




