હાલોલની વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૧.૬.૨૦૨૫
21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે હાલોલ ના ગોધરા રોડ ખાતે આવેલ વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ પ્રાથમિક વિભાગ ધો-1 થી 8 માં 11 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળા ના યોગ શિક્ષક બોસ્કીબેન પટેલ દ્વારા શાળા ના બાળકો ને યોગ થી થતા શારીરિક અને માનસિક ફાયદા સાથે તેનું મહત્વ સમજાવી વિવિધ યોગ ના આસનો શાળાના બાળકો સમક્ષ મૂકી યોગ અંગે નું જ્ઞાન પૂરું પાડવામાં આવ્યું હતું સાથે શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા યોગ ના વિવિધ આસનો ડાન્સ ના માધ્યમ થી વિદ્યાર્થીઓ સમક્ષ મુકવામાં આવ્યા હતા અને શાળા ના વિવિધ અલગ-અલગ વિષય ના શિક્ષકો દ્વારા જેમાં શિક્ષક અર્જુનભાઈ,વૈદેહીબેન, નેહાબેન,કલ્પનાબેન,પ્રિયાબેન,હીનાબેન,પારુલબેન,હેતલબેન,નિમિષાબેન,અર્ચનાબેન,છાયાબન, અને બોસ્કીબેન દ્વારા યોગનું મહત્વ બાળકો સમજે તે માટે યોગ-જુમ્બા ના માધ્યમ થી યોગ ના આયામો વિદ્યાર્થીઓ સમક્ષ મુકવામાં આવ્યા હતા આમ આ સમગ્ર યોગ કાર્યક્રમ માં વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ શાળા ના આચાર્ય હર્ષાબેન શુક્લ સાથે કે.જી વિભાગ અને ધો-1 થી 8 ના સુપરવાઈઝર મિલનકુમાર શાહ હાજર રહી શાળા ના બાળકો સાથે શાળા ના શિક્ષકો નું મનોબળ વધાર્યું હતું.