વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ,તા-૨૫ જૂન : ભુજ ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ડીસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન (DHEW) ટીમના એસ.એલ.એફ. ક્રિષ્નાબેન ભુડિયા દ્વારા નારીગૃહ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ યોગ વિશે જનજાગૃતિ ફેલાવવાનો અને લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવી પ્રોત્સાહિત કરવાનો હતો. કાર્યક્રમની શરૂઆતમાં નારીગૃહની દીકરીઓ સાથે “બેટી બચાઓ બેટી પઢાઓ”ના સ્લોગન સાથે સૂર્ય નમસ્કાર, ભુજંગાસન, તાડાસન, વૃક્ષાસન જેવા યોગ કરવામાં આવ્યા હતાં. જેમાં સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક ભાવનાબેન, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સ્પોટર્સ સેન્ટરના કાઉન્સેલર પ્રીતિબેન તથા નારીગૃહના સભ્યોએ હાજર રહીને નારીગૃહની દીકરીઓ સાથે યોગ આસન કર્યા હતાં.

1
/
43

અમરેલીના ઢુંઢીયા પીપળીયા ગામે બનેલી ડબલ મર્ડરની ઘટનામાં GopalItaliya દ્વારા પોલીસ અધિકારી સાથે ચર્ચા

રાજ્યનાં DGPની અધ્યક્ષતામાં ગિરિમથક સાપુતારા ખાતે રાજ્ય પોલીસ વિભાગની માસિક ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ

Aap હળવદ ટીમએ સ્થાનિક લોકોને સાથે રાખી આંદોલન કર્યું જેમાં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી
1
/
43