પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જૂથળ ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત સગર્ભા બહેનોની સ્ત્રીરોગ નિષ્ણાત દ્વારા તપાસ કરવામાં આવી
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જૂથળ ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત સગર્ભા બહેનોની સ્ત્રીરોગ નિષ્ણાત દ્વારા તપાસ કરવામાં આવી

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જૂથળ ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત સગર્ભા બહેનોની સ્ત્રીરોગ નિષ્ણાત દ્વારા તપાસ કરવામાં આવી હતી તાલુકા હેલ્થ ઓફિસર ડો. ડાભી ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જૂથળ ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત કુલ ૨૮ જેટલી સગર્ભા બહેનોની સ્ત્રીરોગ નિષ્ણાત ડો.મધુરિકા ભટ્ટ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. અને મેડિકલ ઓફિસર જૂથળ ડો.વૈશાલી ખેર દ્વારા સગર્ભાવસ્થા દરમિયાન રાખવાની થતી કાળજીઓ તેમજ પોષણ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.સાથે સાથે આશીર્વાદ ફાઉન્ડેશન જૂનાગઢના જિલ્લા કોઓર્ડિનેટર ડો.વર્ષાબેન રાદડિયા દ્વારા ફ્રી બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે ૫૦ થી વધુ બહેનોની નિઃશુલ્ક સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતુ. અને સ્તન કેન્સર અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ કેમ્પને સફળ બનાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેનદ્ર જૂથળની ટીમે જહેમત ઉઠાવી હતી. તેમજ સગર્ભા બહેનોને આવવા જવા માટે ખિલખિલાટ યોજના જયદીપભાઈ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





