
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
મોડાસાની ઈરમનાઝ સિરાજૂદ્દીનને નેશનલ લેવલ હેન્ડરાઇટિંગ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું
મોડાસાની મદની હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ખેરાડા ઈરમનાઝ સિરાજૂદ્દીનએ નેશનલ લેવલે યોજાયેલી હેન્ડરાઇટિંગ સ્પર્ધામાં દ્વિતીય (૨) સ્થાન મેળવતા શહેર તેમજ જિલ્લામાં ગૌરવનો માહોલ છવાયો છે.ઈરમનાઝને નેશનલ લેવલની સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન બદલ મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. તેમની આ સિદ્ધિ બદલ મદની હાઈસ્કૂલનું નામ રોશન થવા સાથે પરિવાર તેમજ મુસ્લિમ (ઘાંચી) સમાજમાં આનંદની લાગણી છવાઈ હતી.વિદ્યાલયના શિક્ષકો તથા સ્થાનિક અગ્રણીઓએ ઈરમનાઝને અભિનંદન પાઠવી ભાવિ જીવનમાં વધુ પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવી હતી.




