નરેશપરમાર, કરજણ –
કરજણ ના હાડોદમાં ખેત તલાવડીમાં ઈસમ ડૂબી ગયો હોવાની શંકા
કરજણ ના હાડોદ ગામની ખેત તલાવડીમા માછીમારી માટે ગયેલા 2 પૈકી એક ડૂબ્યો કે મગરખેંચી ગયો તે શંકા
કરજણ તાલુકાના હાડોદ ગામની સીમમાં ખાધા વગા વિસ્તારમાં આવેલ એક ખેત તલાવડીમાં બપોરે ગામના બે ઇસમો માછીમારી કરવા ગયા હતા. જેમાં તળાવમાં જાળ નાખતી વખતે એક ડૂબી ગયો હોય કે પછી મગર ખેંચી ગયો હોવાની શંકાથી ગ્રામજનોએ પોલીસ અને વનવિભાગને જાણ કરતાં લાપતા બનેલ ઇસમની શોધખોળ હાથ ધરી છે.કરજણ તાલુકાના હાડોદ ગામની સીમમાં ખાધા વગા
વિસ્તારમાં આવેલી એક ખેત તલાવડી ખાતે ગામના બે ઇસમો માછીમારી કરવા ગયા હતા. ગામ લોકોના જણાવ્યા અનુસાર ખેત તલાવડીમાં મગર હોવાની ગામ લોકોને શંકા છે. જ્યારે તલાવડીમાં જાળ નાખતી વખતે ઈસમને મગર ખેંચી ગયો હોય કાં તો તલાવડીમાં ડૂબી ગયો હોવાની આશંકાએ ગ્રામજનોએ કરજણ પોલીસને તેમજ વન વિભાગને જાણ કરી હતી. આથી તલાવડીમાં લાપતા બનેલા ઇસમની શોધખોળ હાથ ધરાઇ છે. કરજણ નગરપાલિકાના ફાયરબ્રિગેડની મદદ લીધી છે.