વિજાપુર શહેર ના હાર્દ સમા ખત્રીકૂવા વિસ્તાર માં વિદેશી દારૂનો વેપાર કરતો ઈસમ ને પોલીસે 134 બોટલો સાથે ઝડપી પાડયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરના હાર્દ સમા ખત્રીકૂવા વિસ્તાર મા વિદેશી દારૂનો વેપાર કરતા ઈસમને પોલીસે બાતમી ના આધારે 134 જેટલી બોટલો સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સ્થાનીક પોલીસ દારૂ જુગાર ના કેસો અટકાવવા માટે પેટ્રોલીંગ મા હતી. તે સમયે ખાનગી મા બાતમી મળી હતી કે વિસનગર જવા ના બસ સ્ટેન્ડ નજીક નાગણેશ્વરી પાર્લર ના કેબિન મા રાખી નટવરસિંહ રામ સિંહ રાઠોડ મગરવાડીયા વાળો વિદેશી દારૂની બોટલો રાખીને વેપાર કરે છે. પોલીસે મળેલી બાતમી ના આધારે રેડ કરી સ્થળ ઉપરથી 134 જેટલી વિદેશી દારૂ ની બોટલો રૂ 19,965/- તેમજ રૂ 500/- તપેલું સહિત રૂપિયા 20,465/- ના મુદ્દામાલ જપ્ત કરી નટવર સિંહ રાઠોડ ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગત રોજ એસ એમ ટી ગાંધીનગર ની ટીમે ભાટીયા વાસ પાસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડયો હતો. ત્યાર બાદ પ્રથમ વખત બજાર માં ખુલ્લે આમ વેચાઈ રહેલા વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. પરંતુ હજુ પણ બસ સ્ટેન્ડ નજીક તેમજ મકરાણી દરવાજા બહાર ભાટીયા વાસ સ્મશાન નજીક સહિત ના વિસ્તારો ખાનગી મા વિદેશી દેશી દારૂનો ધૂમ વેચાણ થઈ રહ્યું છે. ત્યારે જાગી ઉઠેલી પોલીસ છુપી રીતે વેપાર કરતાં બૂટલેગરો ને પકડશે કે કેમ તેવા જાગૃત નાગરીકોના માનસપટલ પ્રશ્નો ઘૂમરાયા કરે છે.