GUJARATKHERGAMNAVSARI

ખેરગામમાં નવી સરકારી લો કોલેજને મંજૂરી, ઇશ્વરભાઇની મહેનત રંગ લાવી

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

ખેરગામ વિસ્તારના પ્રખર સામાજિક કાર્યકર તથા આગેવાન એવા રૂઝવણી ગામના શ્રી ઇશ્વરલાલ બર્જુલભાઇ પટેલના દૃષ્ટિપુર્ણ વિચાર અને અવિરત પ્રયત્નોના પરિણામે ખેરગામ સરકારી આર્ટસ, કોમર્સ અને વિજ્ઞાન કોલેજ આજે સફળતાપૂર્વક કાર્યરત છે. શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે સતત સમર્પિત રહેનારા ઇશ્વરલાલ બર્જુલભાઇ પટેલે ખેરગામ વિસ્તારને ઉચ્ચ શિક્ષણનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનાવવામાં ઐતિહાસિક ભૂમિકા ભજવી છે.શિક્ષણક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના રાજ્ય બજેટમાં નવી સરકારી લો કોલેજનો સમાવેશ કરાવી તેની મંજૂરી લેવામાં ઇશ્વરલાલ બર્જુલભાઇ પટેલે નિર્ણાયક ભૂમિકા ભજવી છે. આ નવી લો કોલેજ ખેરગામ સરકારી આર્ટસ, કોમર્સ અને વિજ્ઞાન કોલેજના કેમ્પસમાં શરૂ થવાની હોવાથી સમગ્ર વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ગૌરવની વાત છે.ખેરગામ, ચીખલી, ગણદેવી, ધરમપુર, વાંસદા, કપરાડા તાલુકા તેમજ ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે કાયદાનું શિક્ષણ હવે ઘરઆંગણે ઉપલબ્ધ બનશે. અત્યાર સુધી વિદ્યાર્થીઓને દૂરના શહેરોમાં જઈ અભ્યાસ કરવો પડતો હતો, તે મુશ્કેલી હવે દૂર થશે. ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે આ લો કોલેજ આશીર્વાદરૂપ સાબિત થશે.આ છ તાલુકા અને ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓ તથા વાલીઓ શિક્ષણક્ષેત્રે દૂરંદેશી વિચાર અને નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો બદલ ઇશ્વરલાલ બર્જુલભાઇ પટેલને હંમેશા કૃતજ્ઞતાપૂર્વક યાદ રાખશે. ખેરગામ વિસ્તારના શૈક્ષણિક વિકાસમાં આ નવી લો કોલેજ ઐતિહાસિક માઈલસ્ટોન સાબિત થશે અને ઇશ્વરલાલ બર્જુલભાઇ પટેલનું નામ સુવર્ણ અક્ષરોમાં અંકિત કરશે.

Back to top button
error: Content is protected !!