BHUJGUJARATKUTCH

૨૧ વર્ષથી નીચેનો યુવક અને ૧૮ વર્ષથી નીચેની યુવતીનાં લગ્ન કરવાં, કરાવવાં કે મદદગારી કરવી એ ફોજદારી ગુનો છે.

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરોચીફ  :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

રિપોર્ટર  :- રમેશ મહેશ્વરી-ભુજ કચ્છ.

ભુજ, તા-24 એપ્રિલ : હિંદુ પરંપરા મુજબ તા.૧૦/૦૫/૨૦૨૪ ના અક્ષયતૃતિયા (અખાત્રીજ)ને લગ્ન માટે શુભ દિવસ માનવામાં આવે છે અને આ દિવસે ખૂબ મોટા પ્રમાણે લગ્નો થતા હોય છે તેમજ સમૂહલગ્નોનું પણ આયોજન થતું હોય છે. આ સમયમાં બાળલગ્નો થવાની સંભાવના રહેલી હોયછે. તેથી તેની જાણકારી જિલ્લા બાળ સુરક્ષા એકમ અથવા પોલીસને મળે તો આવાં બાળલગ્ન અટકાવવામાં આવે છે. જેથી લગ્ન નક્કી થાય તે પહેલાં જ વર-કન્યાની ઉંમરની ચકાસણી કરી લેવામાં આવે તો બાળલગ્ન અંગેના કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય તેવો અનુરોધ તંત્ર દ્વારા કરવામાં આવે છે. બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ ૨૧ વર્ષથી નીચેનો યુવક અને ૧૮ વર્ષથી નીચેની યુવતીનાં લગ્ન કરવાં, કરાવવાં કે આવાં લગ્ન કરવામાં મદદગારી કરવીએ ફોજદારી ગુનો બને છે. જો આવાં લગ્ન કરાવવામાં આવે તો વર-કન્યાનાં માતા પિતા, વર અનેકન્યામાંથી જે પુખ્ત વયનું હોય તે અને લગ્ન કરાવનાર ગોર મહારાજ તેમજ કેટરર્સ, મંડપ સર્વિસવાળા,ડી.જે.વાળા,બેન્ડવાળા, ફોટોગ્રાફર અને વિડિયોગ્રાફર વગેરે મદદગારી કરનાર તમામ ઈસમો સામે ફોજદારી ગુનો બને છે. આ કાયદા હેઠળ રૂ. એક લાખ સુધીનો દંડ અને વધુમાં વધુ બે વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ છે. જો આવાં લગ્ન થતાં હોય અને લગ્ન થયા પહેલાં જાણ કરવામાં આવે તો આવાં લગ્ન અટકાવવામાં આવે છે અને જો લગ્ન થઈ ગયા હોય તો તેઓની સામે જરૂરી તપાસ કરી ફરીયાદ દાખલ કરવામાં આવે છે. જેથી કોઈપણ વ્યક્તિએ આ પ્રકારનાં લગ્ન કરવાં કે કરાવવાં નહિં. જો કોઈ બાળલગ્નો થતા હોય તો તેની જાણ નજીકના પોલીસ સ્ટેશને અથવા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી, સરકારી અંઘશાળા,નાગરીક સોસાયટીની પાસે, ભુજ-કચ્છ, જિલ્લા બાળ સુરક્ષા અઘિકારી, જિલ્લા બાળ સુરક્ષા એક્મ, ૪૦૧ બહુમાળી ભવન, ભુજ-કચ્છને તેમજ “અભયમ” મહીલા હેલ્પ લાઇન ૧૮૧, ચાઈલ્ડ લાઈન ૧૦૯૮ અને ૧૦૦ નંબર પણ જાણ કરવા વિનંતી છે.

આ અંગે માર્ગદર્શનની જરૂર હોય તો ફોન નંબર ૦૨૮૩૨-૨૫૬૦૩૮-૨૫૨૬૧૩ પર જાણ કરવા અનુરોધ કરવામાં આવે છે. તેમજ લગ્ન વિધિ કરાવનાર ગોર મહારાજ તેમજ કેટરર્સ, મંડપ સર્વિસવાળા,ડી.જે.વાળા,બેન્ડવાળા, ફોટોગ્રાફર અને વિડિયોગ્રાફરવગેરે તમામને આથી જણાવવાનું કે, જેના લગ્ન થનાર હોય તે દરેક છોકરા-છોકરીના જન્મ તારીખના દાખલાઓ (શાળા છોડયાનુ પ્રમાણપત્રઅથવા જન્મનો દાખલો) મેળવવા અને તેની ચકાસણી કરી કાયદા મુજબ પાત્રતા ધરાવતા હોય તેવા છોકરા-છોકરીનાં જ લગ્ન કરાવવા વિનંતી છે. અન્યથા તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કોઈ સમાજના સમૂહલગ્નો થતા હશે અને તેમાં કોઈ બાળલગ્ન જણાશે તો તેની જવાબદારી ઉપરોક્ત જણાવ્યા ઉપરાંત સમુહ લગ્ન આયોજકોની પણ ગણાશે અને તેઓની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટરની અખબારયાદીમાં જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!