સરકારી બસના ભાડામાં છુટા પૈસા ની સમસ્યા દુર કરવા માટે ભાડું રાઉન્ડ ફીગરમાં કરી દેવા રજુઆત કરાઇ

તારીખ ૦૩/૦૬/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
લોકો રોજ બરોજના વ્યવહારમાં ક્યારેક ક્યારેક નાની અને સામાન્ય બાબતોમાં હેરાન થાય છે અને તે પણ સરકારની પદ્ધતિ કે સમસ્યા ની જાણકારી ના હોવાના કારણે એવી એક નાની અને થાય ત્યારે મોટી એક સમસ્યા દુર કરવા પંચમહાલ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆને ધ્યાને આવતા તેના ઉકેલ માટે એક સૂચન (રજૂઆત) ગુજરાત સરકારમાં કરી છે.જે બાબતે જણાવતા દિનેશ બારીઆએ કહ્યું છે કે,ગુજરાતમાં સરકારી એસટી બસોમાં દરરોજ હજારો નાગરિકો મુસાફરી કરે છે ત્યારે એસટી બસનું ભાડું રાઉન્ડ ફીગરમાં ન હોવાથી છુટા પૈસા (રોકડ રુપિયા) ની સમસ્યાઓ ઉભી થાય છે. અને ક્યારેક ક્યારેક પેસેન્જર તથા કંડકટર વચ્ચે છુટા પૈસા ના હોવાના કારણે લેવડ દેવડ બાબતે મુશ્કેલી ઉભી થાય છે અને સામાન્ય બોલાચાલી જેવી ઘટનાઓ પણ બનતી હોય છે. તેમજ એસટી બસનું ભાડું રાઉન્ડ ફીગરમાં ન હોવાથી ક્યારેક પેસેન્જર ને ૧ થી ૫ જેટલા રુપિયા જતા કરવા પડે છે તો ક્યારેક ૧, ૨ રુપિયો કંડકટરે જતો કરવો પડે છે અને નુકશાન વેઠવું પડે છે. આવી સમસ્યા લગભગ દરેક રુટમાં, દરેક બસમાં લગભગ દરરોજ બનતી હોય છે જેના કારણે હજારો રૂપિયા લોકો ગુમાવે છે અથવા તો કંડકટર નુકસાન વેઠે છે આ પ્રકારની ભાડા પદ્ધતિના કારણે આખરે તો સામાન્ય નાગરિક ને જ ભોગવું પડે છે તેથી તેના સરળીકરણ માટે કોઈક ઉકેલ થવો જરૂરી બને છે જેથી પેસેન્જર ને અને કંડકટર ને મુશ્કેલીનો સામનો કરવો ના પડે તેના ઉકેલ માટે એસટી બસનું ભાડું નજીકના દશકમાં (રાઉન્ડ ફીગરમાં) કરી દેવું જોઈએ. જો ૧૧,૧૨,૧૩,૧૪ એમ હોય તો નજીકના દશક પ્રમાણે ૧૦ રુપિયા તથા ૧૬,૧૭,૧૮,૧૯ એમ હોય તો નજીકના દશક પ્રમાણે ૨૦ રુપિયા કરી દેવું જોઈએ. ટૂંકમાં હાલમાં જે ભાડું રાઉન્ડ ફીગરમાં ના હોય તેને નજીકના દશકમાં કરી દેવું જોઈએ જેથી કોઇને અગવડતા ના રહે. સરકાર દ્વારા ભાડું ચૂકવવા ઓનલાઇન પેમેન્ટ કરવાની સુવિધા વધારી છે પરંતુ કેટલાક રુટમાં નેટવર્ક ના હોવાના કારણે સમસ્યા ઉભી જ જોવા મળે છે તથા મશીન વ્યવસ્થિત કામ ન કરતું હોવાની વાત ઘણા કંડકટરો તરફથી સાંભળવા પણ મળે છે.તેથી ગુજરાતની તમામ જનતાની તથા એસટી બસના તમામ કંડકટર ની સમસ્યાઓ ને સમજી તેના ઉકેલ માટે એસટી બસના ભાડાને રાઉન્ડ ફીગરમાં (નજીકના દશકમાં) કરી દેવા એક ઉપયોગી સૂચન ગુજરાત સરકારમાં કર્યું છે સરકાર ને યોગ્ય લાગશે અને અમલમાં મુકશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો





