GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

વઢવાણથી માળોદ જતા રોડ પર કચરો નહી સળગાવવા રજૂઆત કરાઈ

તા.02/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વઢવાણથી માળોદ જતા રોડ પર રોડની સાઇડ માં કચરો ઠાલવવામાં આવે છે અને જાહેરમાં સુપ્રીમ કોર્ટની ગાઇડ જાહેરમાં કચરો ન સળગવા બાબત હોવા છતાં સળગાવી સુપ્રીમ કોર્ટની ગાઇડનું ઉલ્લંઘન કરવામાં આવે છે જેના કારણે પ્રદૂષણ ફેલાય છે અને જાહેર આરોગ્ય સાથે પણ ચેડા થાય છે જે સંદર્ભે અનેક વખત રજૂવાત કરવા છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી આ બાબતે અમે ગત શનિવારે એટલે કે તારીખ 27/12/25 ના રોજ વઢવાણ પોલીસ સ્ટેશન ખાતે જવાબદાર પર કાનૂની કર્યાવાહી કરવાની અરજી કરી છે આમ છતાં તે બાબત પણ આજ સુધી કોઈ કામગીરી થઇ નથી આ બાબત ખૂબ ગંભીર હોય ઉપરોક્ત બાબત કોઈ કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે જાહેર આરોગ્યના રક્ષણ અને પ્રદૂષણને થતી નકારાત્મક અસરને રોકવા આવનાર સમયે અદાલતી સહાય લઈ જવાબદારો સામે કાયદેસર કાર્યવાહી કરીશું – કમલેશ કોટેચા

Back to top button
error: Content is protected !!