Jaadan: જસદણના આટકોટ ગામે પોષણ માસની ઉજવણી કરાઈ

તા.૫/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
પોષણયુક્ત વાનગી નિદર્શન, પોષણ રંગોળી, કુપોષણમુક્ત રોલ પ્લે તથા ટી.એચ.આરનું મહત્વ સમજાવાયુ
Rajkot, Jasdan: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશમાં પ્રતિવર્ષ સપ્ટેમ્બર માસને “પોષણ માસ” તરીકે ઉજવવામાં આવે છે, જેમાં પોષણલક્ષી વિવિધ કાર્યક્રમો યોજાય છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં દરેક બાળકને પોષણયુક્ત આહાર મળે, તેની દરકાર કરવામા આવે છે. રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના માર્ગદર્શન હેઠળ બાળકો અને મહિલાઓના પોષણમાં સુધારો કરવા અને કુપોષણ ઘટાડવાના હેતુથી બહુવિઘ પ્રયાસો દ્વારા કુપોષણ નિવારવા માટે સક્રિય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાને કુપોષણમુક્ત બનાવવા ટીમ આઇ.સી.ડી.એસ્ કટિબધ્ધ છે.
આઇ.સી.ડી.એસ. શાખા દ્રારા જિલ્લામા તા.૧ સપ્ટેમ્બરથી તા.૩૦ સપ્ટેમ્બર સુધી પોષણ માસની ઉજવણી અન્વયે જુદા જુદા ઘટકમાં થીમ આધારિત ઉજવણીઓ થઈ રહી છે. જિલ્લા વિકાસ અધિકારી કુપોષણ નિવારણ માટે અને પોષણ માસ ઉજવણી અંગે અંગત રસ લઈ રહ્યા છે. ત્યારે જસદણ ઘટકના આટકોટ ગામે પ્રોગ્રામ ઓફીસર શ્રી સાવિત્રી એ. નાથજીની ઉપસ્થિતિમા પોષણ માસની ઉજવણી કરવામા આવી હતી. જેમાં છ આંગણાવાડીની સંયુક્ત ઉજવણી અન્વયે લાભાર્થીઓ અને વાલીઓને રસોઈ કરતી વખતે ખોરાકના પોષક તત્વો જાળવવા અંગે પ્રોગ્રામ ઓફિસરએ માર્ગદર્શન આપી ટી.એચ.આર્નું મહત્વ સમજાવ્યું હતુ. આ તકે રંગોળી દ્રારા પોષણનુ મહત્વ સમજાવવામા આવ્યુ હતુ. તથા પોષણયુક્ત વાનગીનું નિદર્શન કરાયુ હતુ.
આ તકે છ આંગણાવાડીના બાળકો, સગર્ભા બહેનો, ધાત્રીમાતાઓ તથા ૦થી૩ વર્ષના બાળકોની માતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમને પોષણ અંગે માર્ગદર્શન અપાયુ હતુ. આ તકે ઇન્ચાર્જ સી.ડી.પી.ઓ. શોભનાબેન લાડાણી, જિલ્લા કો-ઓડીનેટર દિપેશભાઇ, બ્લોક કોર્ડીનેટર તેમજ સુપરવાઇઝર બહેન તથા આંગણવાડીની બહેનો તથા લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે આંગણવાડીની બહેનો દ્રારા કુપોષણમુક્ત માટેનો રોલ પ્લે કરાયો હતો.






