GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

જગદીશ ત્રિવેદીની 3 મહિનાની અમેરીકા યાત્રામાં પોણા ચાર કરોડની સેવા – કુલ દાન ૧૯ કરોડને પાર

તા.30/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

જાણીતા હાસ્ય કલાકાર લેખક અને ઉમદા સમાજ સેવક ડો.જગદીશ ત્રિવેદી છેલ્લાં ત્રણ મહિનાથી અમેરીકાના પ્રવાસે હતા ગઈકાલે તા.૨૮/૯/૨૫ રવિવારે એમણે શિકાગોમાં આ પ્રવાસનો વીસમો અને અંતિમ કાર્યક્રમ આપ્યા બાદ પુરા પ્રવાસનો હિસાબ જાહેર કર્યો હતો એમને વીસ કાર્યક્રમોમાંથી કુલ ૩,૮૭,૦૦,૦૦૦ ત્રણ કરોડ સત્યાસી લાખ રૂપિયા એકત્ર થયા અને એ રકમ એમણે નીચે મુજબની સંસ્થાઓમાં દાન કરી હતી ૧,૨૫,૦૦૦,૦૦ સવા કરોડ રૂપિયા સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ સંચાલિત સુરત પાસેના સુપા ગામમાં આવેલી આંખની હોસ્પિટલને ૧,૧૧,૦૦,૦૦૦ એક કરોડ અગિયાર લાખ રૂપિયા માનવ સાધના અમદાવાદને ૨૬,૦૦,૦૦૦ છવીસ લાખ નિર્દોષાનંદજી હોસ્પિટલ ટીંબીમાં સી.ટી. સ્કેન વિભાગ માટે ૨૫,૦૦,૦૦૦ પચીસ લાખ રૂપિયા વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર મુની સેવા આશ્રમ ગોરજને ૨૫,૦૦,૦૦૦ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ખેડાપા ગામની સરકારી પ્રાથમિક શાળાના બાંધકામ માટે, ૧૬,૦૦,૦૦૦ સોળ લાખ રુપિયા કેરીલોન ટેબમેન કેન્સર હોસ્પિટલ, રોનક અમેરીકા ૧૬,૦૦,૦૦૦ સોળ લાખ રુપિયા વિસનગરની આદર્શ વિદ્યાલયમાં બની રહેલી છાત્રાલયમાં ત્રણ ઓરડા માટે, ૧૩,૦૦,૦૦૦ તેર લાખ રૂપિયા સારલોટ અમેરીકામાં ગુજરાતી ભાષાના વર્ગનાં બે ઓરડા માટે, ૮,૭૦,૦૦૦ આઠ લાખ સિત્તેર હજાર ડાહીબા પ્રાથમિક શાળા, અલારસાને, ૮,૫૦,૦૦૦ સાડા આઠ લાખ ગ્રામ સેવા મંદિર સંચાલિત નારદીપુરની શાળામાં, પ,પ૦,૦૦૦ સાડા પાંચ લાખ રૂપિયા લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલાને ૫,૦૦,૦૦૦ પાંચ લાખ રુપિયા કન્યા છાત્રાલય કુંભણમાં એક ઓરડો, ૨,૫૦,૦૦૦ અઢી લાખ રૂપિયા હિન્દુ યુનિવર્સિટી ઓફ અમેરિકાને મળીને કુલ
૩,૮૭,૦૦,૦૦૦ ત્રણ કરોડ અને સત્યાસી લાખ રૂપિયાનું દાન કરેલ હતું આ પોણા ચાર કરોડ સાથે જગદીશ ત્રિવેદીની નિવૃત્તિના આઠ વરસમાં દાનની રકમ ૧૯,૨૩,૫૭,૬૩૪ ઓગણીસ કરોડ તેવીસ લાખ સત્તાવન હજાર છસો ચોત્રીસ રુપિયા થઈ હતી તા.૧૨/૧૦/૨૫ ના રોજ પોતાના જન્મદિવસે ડો. ત્રિવેદી પ્રતિ વર્ષ માફક આ વર્ષે પણ Social Audit of Social Service નામના પુસ્તક દ્રારા આઠે આઠ વરસનો અને આ ૧૯,૨૩,૫૭,૬૩૪ ના દાનનાં પ્રત્યેક રુપિયાનો હિસાબ પ્રગટ કરશે તેવું જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!