GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN
જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી

તા.08/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
[4:51 pm, 08/04/2026] Vatslayam Samachar: જળ એ જ જીવન” ના સૂત્રને સાર્થક કરતા, ઉનાળાની અસહ્ય ગરમીમાં લોકોની તરસ છીપાવવા માટે જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા તથા દીપ્તિબેન જયેશભાઈ સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ, મુંબઈના સહયોગથી નાત- જાતના ભેદભાવ વિના સુરેન્દ્રનગર ખાતે ૩ અલગ અલગ સ્થળોએ ઠંડા પીવાના પાણીની પરબ શરૂ કરી જેમાં મહેતા મોબાઈલ (ફોનવાલે), A ડિવિઝન પોલીસ સ્ટેશન સામે, રતન ટાઈમ, ન્યૂ માર્કેટ સામે, પતરાવાળી ચોક, શ્રેણિક એન્ટરપ્રાઈઝ, મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષ જવાહર રોડ, સુરેન્દ્રનગર આ સેવાકીય કાર્યમાં જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વરની સમગ્ર કારોબારી ટીમ ઉપસ્થિત રહી હતી અને ઉનાળામાં રાહદારીઓ તથા જનસમુદાયને ઠંડું પીવાનું પાણી સરળતાથી ઉપલબ્ધ થાય તેવા શુભ આશય સાથે આ આયોજન કરવામાં આવ્યું હતું.




