GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જબરૂ “સોર્સ” નેટવર્ક ધરાવતા PSI હરૂભા

 

ત્રણ દાયકાની સફરમાં અનેક ગુના ડીટેક્ટ કરનાર ટીમોના અભિન્ન અંગ બન્યા

જામનગર (ભરત ભોગાયતા)

 

જાહેર સલામતી,લોકોના જાન માલનુ રક્ષણ અને કાયદો વ્યવસ્થાના અમલીકરણ માટે પોલીસ વિભાગ અટકાયતી પગલા તેમજ જરૂર પડ્યે ગુના નોંધી તેના ડીટેક્શન વગેરે કામગીરી સાથે સાથે આરોપીઓને પકડવા, તપાસ કરવી,પુરાવા મેળવવા, પુછપરછ, નિવેદન,કેસ તૈયાર કરવા, કોર્ટ અપીયરન્સ સહિત અનેક કામગીરી ફોજદારી ધારો, સીઆરપીસી, પોલીસ મેન્યુઅલ વગેરે મુજબ અવિરત કરતા રહે છે હવે નવા કાયદા ભારતીય દંડ સંહિતા અને આનુસાંગિક કાયદા મુજબની કામગીરીઓ પોલીસ વિભાગ કરે છે ત્યારે પોલીસ વિભાગની ફરજ બજાવવાની કામગીરી વખતે સક્ષમતા,અાંતરસુઝ અને અધીકારીઓના માર્ગદર્શનમાં સફળ કામગીરી કરનારા વિરલાઓ હોય છે જેમની કારર્કીર્દી ઝળહળતી હોય છે અને ચેલેન્જીસને ઉપાડનાર હોય છે ત્યારે તાજેતરમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું પ્રમોશન મેળવાનાર હરેન્દ્રસિંહ જાડેજા આવા સફળ પોલીસ કર્મચારી છે જેમને મક્કમ મનોબળથી સતત સફળતા મળી છે અને ગુનેગારો ને જબ્બે કરવામાં તેઓ સતત સફળતા પ્રાપ્ત કરતા રહ્યા છે તો જાહેર સલામતીના પગલા અને અટકાયતી પગલા લેવાનો સરસ ટ્રેક રેકોર્ડ તેઓ ધરાવે છે તેઓ અધીકારીઓની કાર્યદક્ષતામાંથી હંમેશા શીખતા રહેવાનો  ગુણ ધરાવે છે

જબરૂ “સોર્સ” નેટવર્ક ધરાવતા PSI હરૂભા, તેમની ફરજની ત્રણ દાયકાની સફરમાં અનેક ગુના ડીટેક્ટ કરનાર ટીમોના અભિન્ન અંગ બન્યા છે જામનગરમાં સીટી એ — સીટી બી –સીટી સી પોલીસ્ટેશનો તેમજ એલસીબી વગેરેમાં ફરજ બજાવનાર હરૂભાની પોલીસ કોન્સ્ટેબલથી માંડી ફોજદાર સુધીની પ્રગતિની સફર રોમાંચક રહી છે

પોલીસને સફળ થવામાં સુઝકો,પારખુ નજર,હિંમત,સ્ફુર્તિલુ શરીર,અડગ મન,ચોક્કસ અંદાજ,વિસ્તારોની જાણકારી,ઘટનાઓના અંદાઝ,અસામાજીક તત્વોની જાણકારી ……વગેરે ગુણો મહત્વના પુરવાર થાય છે તેવી જ રીતે હરેન્દ્રસિંહ પોલીસ કર્મચારી તરીકે સફળ રહ્યા છે અને તેમની જોશીલી કામગીરીથી તેઓ તેમના અધીકારો તરફથી અનેક વખત પ્રશસ્તિ મેળવતા રહ્યા છે

છેલ્લા વરસોમાં દરેક ક્ષેત્રની પ્રગતિની જેમ ગુનાખોરીની દુનિયાના અનેક કારસાઓ વધતા જ રહ્યા છે ત્યારે ખબરીઓનું નેટવર્ક મજબૂત ન હોય તો આ ગુનાખોરી ડામવી એ પડકાર બની રહે છે ત્યારે હરૂભાનુ ખબરી નેટવર્ક કહેવાય કે તેમના સોર્સ ખુણે ખુણે છે તેમને સતત બાતમીઓ મળતી રહે છે જેથી તેઓ ડીટેક્શનમાં,આરોપીઓ શોધવામા,ગુનાના મુળ સુધી જવામાં સફળ રહ્યા છે એટલુ જ નહી હરૂભાને તેમના વખતો વખતના અધીકારીઓ જે ટાસ્ક સોંપતા રહ્યા તેમાં તેઓ સફળ રહ્યા છે અને પડકારજનક ગણાતી પોલીસની ફરજને તેઓ સફળ રીતે બજાવી રહ્યા છે પ્રશસ્તિનો આગ્રહ રાખ્યા વગર હરૂભાએ તેમની ફરજમાં નિષ્ઠા અને કઠોર પરીશ્રમને અપનાવ્યા છે જેથી ત્રણ દાયકાની તેમની ફરજ શ્રેષ્ઠ રહી છે તેમને જાણનારા સૌ ને ખબર છે કે ઓછુ બોલીને હંમેશા સજ્જ રહીને હંમેશા કામ કરનારા હરૂભાના કામ બોલે છે જેની ઉચ્ચ કક્ષા સુધી નોંધ લેવાતી રહી છે તેઓ ઉચ્ચ અધીકારીઓના ઓર્ડરને ફોલો કરવા હંમેશા સજ્જ રહે છે તો સાથી કર્મચારીઓ સાથે સારૂ સંકલન સાધી ટીમ વર્કમાં પણ પ્રશસ્તિભર્યા કાર્યો કરે છે તેમજ ટેકનોલોજીના ઉપયોગ સાથે તેમની ફરજને સફળ બનાવતા રહ્યા છે
હાલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકેનુ પ્રમોશન મેળવી ભાવનગર પોસ્ટીંગ મેળવનાર હરૂભા ઉપર અભિનંદનની વર્ષા થઇ રહી છે પરીવારને, મિત્રોને,સાથી સ્ટાફ સૌ ને ગર્વ અપાવનાર હરૂભાની સખત જહેમતભરી પોલીસ વિભાગની ફરજ પ્રસંશનીય રહી છે જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ (IPS) એ હરૂભાને યશકલગી ઉમેરી અભિનંદન પાઠવ્યા હતા તેમજ પીએસઆઇ તરીકે સફળ બનવાની શુભેચ્છાઓ પાઠવી હતી.

જીવનના “સ્ટાર” ચમકતા હોય તો સુરક્ષા ફરજના કર્મચારીના ખભા પર “સ્ટાર” ચમકતા રહે છે જે “સ્ટાર” ડ્યુટીના પ્રતિક હોય છે હરેન્દ્રસિંહ જાડેજાના સ્ટાર આ જ રીતે ચમકતા રહે તેવી શુભેચ્છાઓ રામેશ્ર્વરનગર ગૃપ સહિત દરેક મિત્રો સ્નેહીઓ સ્વજનો શુભેચ્છકો સાથી કર્મચારીઓ અધીકારીઓ સૌ પાઠવી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે SP પ્રેમસુખ ડેલુના સઘન માર્ગદર્શન હેઠળ સમર્પિતતા સજાગતા સુસજ્જતા  કાર્યદક્ષતા સાથે  ફરજ બજાવનાર અને પ્રમોશન મેળવનાર પોલીસ કર્મચારીઓની સંખ્યા નોંધપાત્ર રહી છે
__________________

—-regards

bharat g.bhogayata

Journalist ( gov.accre.)

b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)

 

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!