NATIONAL

ફરી હિંસા ફાટી નીકળી, મંત્રીના ઘર પર હુમલો

મણિપુરના બિષ્ણુપુર જિલ્લામાં કરફયુમાં ઢીલ આપવામાં આવ્યા બાદ ફરી એકવાર હિંસા ભડકી છે. બિષ્ણુપુરમાં તોફાની તત્વોએ એક સમુદાયના ૩ ઘરોમાં આગ લગાવી દીધી હતી. જ્યારે, તેના જવાબમાં બીજા સમુદાયે તે વિસ્તારના ૪ મકાનોમાં આગ લગાવી હતી. સ્થાનિક તંત્રના જણાવ્યા અનુસાર, આ હિંસક ઘટનામાં એક વ્યકિતનું મોત થયું છે અને બે વ્યકિત ગંભીર રૂપથી ઘાયલ થયા છે.

મણિપુર સરકારના સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહે જણાવ્યું કે, કેટલાક શંકાસ્પદ આતંકવાદીઓએ બિષ્ણુપુરના ફૌગકચાઓ ઈખાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોલંગટ તળેટી અને ટ્રોંગલાઓબી તરફની પહાડી પરથી નીચે આવ્યા હતા. તેમણે અહીં આવેલા ૩ મકાનોને આગને હવાલે કરી દીધા હતાં. તેના જવાબમાં કેટલાક તોફાની તત્વોએ ફૌગકચાઓ, ત્રોંગલાઓબી અને ફૈજંગવાઈ વિસ્તારમાં મકાનોને આગ લગાવી હતી.

આ હિંસક ઘટનાઓ બાદ રાજ્ય સરકારે કરફયુમાં આપવામાં આવેલી ઢીલ રદ્દ કરી છે. બીજી તરફ, કોંગ્રેસ પાર્ટીના નેતા અજય કુમારે સત્તા પક્ષ પર આરોપ લગાવતા કહ્યું છે કે, ઈમ્ફાલ હોસ્પિટલની મોર્ચરીમાં ૫ મેથી અત્યાર સુધી ૭૦ મૃતદેહો પડયા છે. ચુરાચાંદપુર વિસ્તારની મોર્ચરીમાં ૧૮ મૃતદેહો પડયા છે, જેને લેવા કોઈપણ વ્યકિત આગળ આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે, રાજ્યના ચુરાચાંદપુરમાં ૩ મેના રોજ હિંસા ભડકી હતી. મણિપુરનો મૈતેઈ સમાજ એસટી દરજ્જા માટે છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યો છે.

મણિપુરમાં સેનાએ મોટી સંખ્યામાં હથિયારોનો જથ્થો ઝડપી પાડયો છે. અહીં, મંગળવારે મોડી રાત્રે સેનાપતિ જિલ્લાના કાંગચુપ તિંગખોંગ જંકશન પર હથિયારોનો જથ્થો લઈ જઈ રહેલી ગાડીને રોકી હતી. આ સાથે જ સેનાએ ગાડીમાં સવાર ત્રણ આરોપીઓને પોલીસને સોંપી દીધી છે. એક રિપોર્ટ મુજબ, ભારતીય સેનાએ ચોક્કસ માહિતીના આધારે ચેકપોસ્ટ પરથી પસાર થઈ રહેલી મારૂતિ અલ્ટો ગાડીને રોકી હતી. ચેકિંગ દરમિયાન આર્મીએ ૫ શોટગન, ૫ ગ્રેનેડ અને દારૂગોળા ઝડપી પાડયા હતાં.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!