HALOLPANCHMAHAL

હાલોલ:જૂની પેન્શન યોજનાને ફરી અમલમાં મુકવા સહિતની 11 માંગણીઓ પૂરી કરવા સરકારી કર્મચારીઓ તેમજ શિક્ષકો દ્વારા મતદાન યોજાયું

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૬.૩.૨૦૨૪

જૂની પેન્શન યોજનાને ફરી અમલમાં મુકવા સહિતની 11 માંગણીઓ પૂરી કરવા માટે રાજ્ય ના સરકારી કર્મચારીઓ તેમજ શિક્ષકોએ આજે ચોક ડાઉન, પેન ડાઉન કરી આંદોલન છેડયું તે બાબતે મતદાન કરવામાં આવ્યું હતુ.જૂની પેન્શન યોજનાને ફરી અમલમાં મુકવા સહિતની 11 માંગણીઓ પૂરી કરવા માટે મહા મતદાન જેવો અનોખો કાર્યક્રમ હાલોલ વિઠ્ઠલપુરા શાળા સહીત તાલુકાની 18 જેટલી શાળા ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા આજે રાજ્યના સરકારી કર્મચારીઓ તેમજ શિક્ષકોએ આજે ચોક ડાઉન, પેન ડાઉન કરી ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરી સરકાર સામે આંદોલન છેડયું હતું.જેમાં 1400 જેટલા કર્મચારીએ મતદાન કર્યું હતું.11 પડતર માંગણી પૈકી જે મત આપવો હોય તે આપવો ઉપરાંત 12 પ્રશ્નમાં જો આ માંગણીઓ અંગે બે દિવસ માં સમાધાન ન થાય તો 9મી માર્ચ ના રોજ ગાંધીનગર ખાતે મહાપંચાયત નું આયોજન કરવામાં આવ્યું છે.તેમાં હાજર રહીશ કે નહિ તેના પર હા / ના બાબતે મતદાન કરવાનું આયોજન કરાયું હતું.જોકે આ સમાચાર લખાય છે ત્યાં સુધી ગણતરી ચાલી રહી હોવાનું આધારભૂત વર્તુળ દ્વવારા જાણવા મળી રહ્યું છે.ગુજરાતના ઇતિહાસમાં લાખો સરકારી શિક્ષકો કર્મચારીઓ સરકારની સામે મતદાન કરવાના છે.જેમાં સરકારી કર્મચારીઓ કે જેઓનો તમામ સરકારી યોજનાઓમાં મોટી ભૂમિકા હોય છે.તેવા તમામ સરકારી કર્મચારીઓ ચૂંટણીમાં ઊભા છે.અને કર્મચારીઓ જ મતદાન કરવાના છે.અને કર્મચારીઓએ જ મત પત્રકો છપાવ્યા છે.અને કર્મચારીઓ જ વિજયી બનવાના છે.તેવા અનોખા મહા મતદાનમાં આજે બુધવારે સવારે હાલોલ તાલુકાની 18 જેટલી શાળાઓમાં મોટી સંખ્યામા શિક્ષકો તેમજ સરકારી કર્મચારીઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું.જે મહા મતદાન અભિયાન પૂર્ણ થયા બાદ સાંજે તમામ મત પેટીઓ હાલોલની વિઠ્ઠલપુરા પ્રાથમિક શાળા ખાતે લાવવામાં આવી હતી.અને ત્યાં કયા મુદ્દા ઉપર શિક્ષકો અને કર્મચારીઓ વધુ મતદાન કર્યું છે.તેની ગણતરી કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!