JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

“ગુરુ વંદન -છાત્ર અભિનંદન”ના પ્રેરક આયોજનો

ભારત વિકાસ પરિષદ દ્વારા ભાવિ નાગરીક નિર્માણ સમાન કાર્યક્રમો યોજાયા

 

 

જામનગર (ભરત ભોગાયતા)

 

 

ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગ નિમિત્તે ભારત વિકાસ પરિષદ, જામનગર શાખા દ્વારા
વિવિધ શાળાઓમાં રાષ્ટ્રીય પ્રકલ્પ “ગુરુ વંદન – છાત્ર અભિનંદન”
કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી .આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા, સંસ્કાર અને આદરભાવ જગાવવાનો રહ્યો છે.

શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પોતાના શિક્ષકોને પુષ્પગુચ્છ, તિલક તથા રાષ્ટ્રીય ગીત સાથે વંદન કરવામાં આવ્યું.
ગુરુઓએ પોતાના અનુભવો રજૂ કર્યા તથા વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ શિક્ષણ અને જીવનમૂલ્યો વિષે
પ્રેરણાદાયી સંદેશ આપ્યો.

ભારત વિકાસ પરિષદ દ્વારા કુલ ૩૭ શાળા માં કાર્યક્રમ કર્યા ,
જેમાં ૮૯૨૭ વિદ્યાર્થીઓ દ્વારા ૪૮૪ ગુરુજનો નું પૂજન કરવામાં આવ્યું .
તથા ૧૦૨ શિક્ષકો અને ૪૨૩ વિધાર્થીઓ ને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા

આ અવસરે શાળાઓના સંચાલકો તથા વિદ્યાલય પરિવાર તરફથી પણ પરિષદના કાર્યને અભિનંદન પાઠવવામાં
આવ્યા. આવા કાર્યક્રમો દ્વારા ભવિષ્યના નાગરિકોમાં રાષ્ટ્ર નિર્માણ માટેના સંસ્કાર પ્રસ્થાપિત થાય છે એ પારિપાઠ
ભારત વિકાસ પરિષદ સતત અવિરત રીતે નિભાવી રહી છે.
આ તકે ભારત વિકાસ પરિષદ ના સભ્યો એ પણ સંપૂર્ણ સહયોગ આપેલ અને કાર્યક્રમ ને સફળ બનાવેલ હતો .

____________________

regards

bharat g.bhogayata

Journalist (gov.accredate)

b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)

Back to top button
error: Content is protected !!