JAMNAGAR

કાલાવડ તાલુકાની શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્ર માટે સંચાલક, રસોયા, મદદનીશની નિમણૂંક માટે ઈન્ટરવ્યૂ યોજાશે.

22 ફેબ્રુઆરી 2023
હર્ષલ ખંધેડિયા જામનગર
વાત્સલ્ય સમાચાર

જામનગર ના કાલાવડ તાલુકાની શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્ર માટે સંચાલક, રસોયા, મદદનીશની નિમણૂંક માટે ઈન્ટરવ્યૂ યોજાશે..આગામી તા. ૨૭ ફેબ્રુઆરીના અરજીકર્તાઓને ઈન્ટરવ્યૂમાં હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યુ.

રાજ્ય સરકાર દ્વારા ચાલતી મહત્વપૂર્ણ ‘મધ્યાહન ભોજન યોજના’ માટે કાલાવડ તાલુકાની શાળાના મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલક/રસોયા/મદદનીશની તદ્દન હંગામી ધોરણે માનદ વેતનથી ખાલી જગ્યા ભરવાની છે. તે અંતર્ગત, જે ઉમેદવારો ફરજ બજાવવા ઇચ્છતા હોય અને તેમણે અરજી કરેલી હોય, તો તેઓએ આગામી તા. ૨૭ ફેબ્રુઆરીના રોજ બપોરે ૦૩:૦૦ કલાકે કાલાવડ મામલતદાર કચેરી ખાતે સ્વ-ખર્ચે ઉપસ્થિત રહેવું. અરજીકર્તાઓએ ઈન્ટરવ્યુમાં જરૂરી આધાર પુરાવાઓ જેવા કે શાળા છોડ્યાનું સર્ટિફિકેટ, જાતિનો દાખલો, શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટ, રેશનકાર્ડ, સ્થાનિક રહેતા હોય, માર્કશીટ, ચૂંટણી ઓળખપત્ર તથા અન્ય અનુભવ અંગેના સર્ટિફિકેટની પ્રમાણિત નકલો સાથે રજૂ કરવાની રહેશે, તેમ મામલતદારશ્રી, કાલાવડની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!