AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં બીજા દિવસે પણ કમોસમી વરસાદ પડતા સમગ્ર પંથકોના વાતાવરણમાં ઠંડકતાની શીત લહર વ્યાપી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
રાજયનાં છેવાડે આવેલ વનાચ્છાદિત ડાંગ જિલ્લામાં પણ હવામાન વિભાગની આગાહી અનુસાર રવિવારે દિવસ દરમ્યાન તથા રાત્રી દરમ્યાન તેમજ સોમવારે દિવસ દરમ્યાન કમોસમી વરસાદ નોંધાતા  સમગ્ર પંથકોનું વાતાવરણ ચોમાસામય બની જવા પામ્યુ હતુ. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં રવિવારે દિવસ દરમ્યાન અને રાત્રી દરમ્યાન વીજળીનાં કડાકા ભડાકામાં વરસાદ નોંધાયો હતો.સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં વરસાદ પડ્યા બાદ દિવસ દરમ્યાન ઠેક ઠેકાણે અમીછાટણા પડયા હતા.ડાંગ જિલ્લામાં સોમવારે બપોરબાદ અમુક ગામડાઓમાં ઝરમરીયો વરસાદ પડ્યો હતો.સોમવારે દિવસ દરમ્યાન ક્યારેક હળવો તડકો તો ક્યારેક ફરી વાદળોએ ઘેરાવો તો ક્યારેક અમીછાટણામાં વરસાદ પડ્યો હતો.ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદનાં પગલે ડાંગર,તુવેર,નાગલી,વરય સહીત શાકભાજી જેવા પાકો ભીંજાઈ જતા ખેડૂતોને જંગી નુકસાન થયાની ભીતિ વર્તાઈ છે.ગિરિમથક સાપુતારા ખાતે રવિવારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો.જ્યારે સોમવારે ગિરિમથક સાપુતારા ખાતે  ક્યારેક વાદળછાયુ વાતાવરણ તો ક્યારેક છાટણા પડતા જોવાલાયક સ્થળોમાં બોટીંગ,રોપવે, ટેબલ પોઈંટ, સનસેટ પોઈંટ,સનરાઈઝ પોઈંટ સહિત સાપુતારાની તળેટીય વિસ્તારમાં આવેલ ગીરીકન્દ્રાઓનું વાતાવરણ સોળે કળાએ ખીલી ઉઠયુ હતુ.સાપુતારાનાં આહલાદક વાતાવરણમાં ફરવા આવેલ પ્રવાસીઓમાં મોજ પડી જવા પામી હતી.સાપુતારા ખાતે સમયાંતરે ધૂમમ્સીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા સમગ્ર સ્થળો ખુશનુમામય ભાસી ઉઠ્યા હતા.ડાંગ જિલ્લામાં વરસાદી  માહોલ તથા વાદળછાયા વાતાવરણનાં પગલે ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી.ડાંગ જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ કક્ષ તરફથી મળેલી વિગતો અનુસાર આજે સવારે 6 વાગ્યે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ 35.34 મી.મી. વરસાદ નોંધાવા પામ્યો છે.જેમાં આહવા તાલુકામાં 37 મી.મી.અર્થાત 1.48 ઈંચ,વઘઇ તાલુકામાં 28 મી.મી.અર્થાત 1.12 ઈંચ જ્યારે સુબિર તાલુકામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 41 મી.મી.અર્થાત 1.64 ઇંચ જેટલો કમોસમી વરસાદ નોંધાયો છે.ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા ગત તા.24 થી તા.27 મી નવેમ્બર દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે…

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!