ARAVALLIGUJARATMODASA

મોડાસા ખાતે ગેસ્ટહાઉસમાં ચાલતા દેહવેપાર સામે જનતા રેડ : કોની રહેમ નજર સામે ચાલી રહ્યો છે દેહવેપાર..? ગ્રાહક ભાગી છૂટ્યા 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મોડાસા ખાતે ગેસ્ટહાઉસમાં ચાલતા દેહવેપાર સામે જનતા રેડ : કોની રહેમ નજર સામે ચાલી રહ્યો છે દેહવેપાર..? ગ્રાહક ભાગી છૂટ્યા

મોડાસા શહેર સહિત અરવલ્લી જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષો થી દેહવેપાર નો મોટો કારોબાર ચાલી રહ્યો હોવાના અનેક પુરાવાઓ ભૂતકાળમાં સામે આવ્યા છે ,પોલીસ ની રહેમ નજર હેઠળ આ અનૈતિક ધંધા ચાલતા હોવાના પણ વિપક્ષના નેતાઓ આક્ષેપો કરી ચૂક્યા છે, 5 માસ પૂર્વે મોડાસા શહેરના હજીરા વિસ્તારમાં આવેલી એક ખાનગી ગેસ્ટહાઉસમાં જનતા રેડ કરવામાં આવી હતી,જેમાં દલાલ, અને યુવતીને ઝડપી પાડયા હતા,અનૈતિક કારોબાર ચલાવતા સંચાલકો સામે હવે લોકો જાગૃત થયા છે, મોડાસા શહેરમાં આજે સાંજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના કાર્યકરોએ, મોડાસા શહેરના બાયપાસ રોડ પર આવેલી એક ખાનગી ગેસ્ટ હાઉસમાં અનૈતિક ધંધા ચાલતા હોવાની મળેલી બાતમી આધારે, જનતા રેડ કરી હતી,જનતા રેડની ગ્રાહકોને ગંધ આવી જતા, ગ્રાહક ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા ,ઘટનાની જાણ પોલીસને થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી હતી.

Back to top button
error: Content is protected !!