GUJARATHALOLPANCHMAHAL

હાલોલ શહેરના 101 કોલોની તેમજ સંજરીપાર્ક વિસ્તારમા વીજ પુરવઠાની છેલ્લા 4 દિવસથી સતત અછતથી સ્થાનિકો હેરાન

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧.૮.૨૦૨૫

હાલોલ શહેરના 101 કોલોની તેમજ સંજરીપાર્ક વિસ્તારમા વીજ પુરવઠાની છેલ્લા 4 દિવસથી સતત અછતથી રહીશો પરેશાન બન્યા છે તાત્કાલિક કાર્યવાહીની માગણી માટે 200 સહીઓ કરાવી લેખિત રજુઆત કરવામાં આવી છે.હાલોલ શહેરના વોર્ડ નંબર 5 માં આવતા વિસ્તારો જેમ કે 101 કોલોની, સંજરી પાર્ક જેવા વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી સતત વીજ વિતરણમાં ખામીઓ સામે આવી રહી છે. ખાસ કરીને ઓછી વોલ્ટેજ અને અવારનવાર વીજ પુરવઠો બંધ થવાની સમસ્યા રહેવાસીઓને ભારે નુક્સાન પોંહચાડી રહી છે.તાજેતરના સમયમાં વારંવાર લાઈટ જતી રહે છે અને વિજ વોલ્ટેજ ઓછું રહે છે. જેના કારણે ઘરેલું સાધનો બગડી રહ્યા છે તથા વ્યાવસાયિક પ્રવૃત્તિઓ પર પણ અસર થઈ રહી છે.રહીશોએ માંગ ઊઠાવી છે કે હાલના વીજ લાઈનો અને ટ્રાન્સફોર્મરની ક્ષમતા વધારી તરત તાકીદે નવી વ્યવસ્થા કરવામાં આવે જ્યારે નવી ટેકનિકલ વ્યવસ્થા (જેમ કે નવું ટ્રાન્સફોર્મર, HT લાઇન કેબલ) મુકવામાં આવે.જી.ઇ.બી.ના અધિકારીઓ સમયસર તપાસ કરે અને કામગીરીમાં ગતિ લાવે તેવી માંગ ઉઠવા પામી છે જોકે આ બાબતે આક્ષેપ છે કે અનેક વાર લેખિત રજૂઆત અને ફોનથી ફરિયાદ કરવા છતાં કોઈ જ જવાબ મળતો નથી. જો યોગ્ય પગલાં નહીં લેવાય તો રહેવાસીઓ ગ્રાહક ફરિયાદ મંચ (GGRF) અને વીજ નિયમન અમલદારી સમિતિ (GERC) સુધી જવાનું પણ વિચારી રહ્યા છે.વિસ્તારના રહીશો વીજ કંપની અને તંત્ર સમક્ષ તાત્કાલિક અને કડક પગલાં લેવા માટે આજીજી પૂર્વક લેખિતમાં વિનંતી પણ કરી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!