GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Jasdan: જસદણ તાલુકાના ૧૯૯ મતદારોએ કર્યું “હોમ વોટીંગ”: ૧૦૭ વર્ષના પોપટભાઈ ધોરીયા બન્યા અન્ય મતદારો માટે પ્રેરણા

તા.૨૭/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

૯ શતાયુ સહિત ૧૫૨ વયોવૃદ્ધ, ૫૪ દિવ્યાંગ મતદારોએ કર્યું મતદાન

Rajkot, Jasdan: ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. ઉત્સવોના દેશ ભારતમાં ચૂંટણી પણ ઉત્સવ રૂપે ઉજવવામાં આવે છે. આપણા દેશમાં સૌ અબાલ વૃદ્ધ ઉમંગભેર ઉત્સવોમાં ભાગ લે છે, તેમ આ લોકશાહીના ઉત્સવમાં પણ વયોવૃદ્ધ અને દિવ્યાંગો હાલ “હોમ વોટીંગ” કરી ચૂંટણીના આ મહાપર્વમાં સહભાગી બનીને દેશની લોકશાહીમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.

રાજકોટ જિલ્લામાં આગામી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અનુસંધાને હાલ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જેમાં ૮૫ વર્ષથી વધુના તથા દિવ્યાંગોને ઘરે બેઠા મતદાન કરવાની સુવિધા તંત્ર દ્વારા આપવામાં આવી રહી છે. આ હોમ વોટીંગની સુવિધા સાથે ભારતીય ચૂંટણી પંચ દરેક મતના મહત્વને ઉજાગર કરે છે. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં ૧૯૯ મતદારોએ હોમ વોટીંગ કરી આ પર્વમાં જોડાવાનો હર્ષ વ્યક્ત કર્યો હતો.

જસદણ તાલુકાના ૧૫૨ જેટલા ૮૫ વર્ષથી વધુના વયોવૃદ્ધો અને ૫૪ દિવ્યાંગોએ હોમ વોટીંગ કરી અન્ય મતદારોને મતદાન કરવા માટે પ્રેરણા પૂરી પાડી છે. આ મતદારોમાં નવ મતદારો તો ૧૦૦ (સો) વર્ષથી વધુ ઉંમર ધરાવે છે. વિંછીયાના ૧૦૭ વર્ષના પોપટભાઈ ધોરીયા કહે છે કે, “મેં આ દેશને ગુલામીમાંથી આઝાદ થતા જોયો છે. આઝાદ ભારતમાં આપણને મળેલી લોકશાહી પણ જોઈ છે. દેશને મજબૂત બનાવવા માટે મતદાન કરવું જરૂરી છે. ૧૦૭ વર્ષે આજે થોડી નાની-મોટી શારીરિક તકલીફો સાથે પણ મને મતદાન કરવાની ખુશી છે. હું આપણા યુવાનોને કહું છું કે, ભારતની લોકશાહીને મજબૂત કરવા તેઓ પણ મતદાન કરે. ૭મી મેના રોજ જરૂરથી મતદાન કરવા જજો.”

હાલ સમગ્ર રાજકોટમાં પોસ્ટલ બેલેટ દ્વારા હોમ વોટીંગની કામગીરી પૂર્ણ થવાના આરે છે ત્યારે અનેક શારીરિક તકલીફો હોવા છતાં અચૂક મતદાન કરવાના સંકલ્પને પૂર્ણ કરતા આ “હોમવોટર્સ” અન્ય માટે પ્રેરણારૂપ બન્યા છે.

 

હોમ વોટિંગ કોણ અને ક્યા પ્રકારે કરી શકે ?

ભારતના ચૂંટણી પંચ દ્વારા દરેક નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે અને તેમા નાગરિકની શારીરિક તકલીફો ક્યાંય પણ બાધારૂપ ન બને તે માટે ૮૫ વર્ષથી વધુના વૃધ્ધો અને ૪૦ પ્રતિશતથી વધુની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગો ઘરે બેઠા મતદાન કરી શકે છે.

મતદાન માટે ફોર્મ ૧૨-ડી ભરવાનું હોય છે, જેના માટે બી.એલ.ઓ દ્વારા વયસ્કો અને દિવ્યાંગ મતદારોનો સંપર્ક કરવામાં આવે છે. ત્યારબાદ ચૂંટણીપંચ તરફથી વયસ્કો અને દિવ્યાંગ મતદારોને ઘરે રહીને મતાધિકારનો ઉપયોગ કરવાની મંજૂરી મળે છે. પોસ્ટલ બેલેટ પર ઉમેદવારના નામ અને ફોટાવાળા લિસ્ટમાં જેને મત આપવાનો છે તેની સામે મતદાન કુટિરની અંદર સ્ટેમ્પ લગાવે છે. પછી આ પત્રક વાળીને ઝોનલ અધિકારીને સુપરત કરે છે. જેમના દ્વારા મતદાતાના મતને કવરમાં સીલ કરવામાં આવે છે. આ સીલ કરેલું કવર આસીસ્ટન્ટ ઈલેકશન રીટનિંગ ઓફિસરને આપવામાં આવે છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!