GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Jasdan: જસદણ તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ ૨૬ માર્ચે યોજાશે

તા.૨૧/૩/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Jasdan: ગુજરાત સરકારે રાજયના નાગરીકોના ગ્રામ્યકક્ષા કે તાલુકાકક્ષાના પ્રશ્નોનો અસરકારક અને ન્યાયીક રીતે ઉકેલ થાય, તે માટે તાલુકાકક્ષાએ સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ અમલી બનાવ્યો છે. જે અંતર્ગત જસદણ તાલુકા માટે તાલુકાકક્ષાના ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તારના પ્રશ્નો માટે આગામી તા. ૨૬ માર્ચ, ૨૦૨૫ના રોજ સવારે ૧૧ કલાકે જસદણમાં મામલતદાર કચેરી ખાતે મામલતદારશ્રીના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવશે, તેમ મામલતદારશ્રી જસદણની યાદીમાં જણાવાયું છે.



