GUJARATJASDALRAJKOTRAJKOT CITY / TALUKO
Jasdan: જસદણના નગરજનોને સખીમંડળની બહેનો બનાવી આપે છે વધારાના કાપડમાંથી નિ:શુલ્ક થેલી
તા.૨૦/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Jasdan: હાલમાં સમગ્ર ભારતમાં પ્લાસ્ટિક પ્રદૂષણ સતત વધી રહ્યું છે ત્યારે પ્રધાનમંત્રીશ્રીની ‘પ્લાસ્ટિક મુક્ત ભારત’ની નેમને સાર્થક કરવા જસદણ નગરપાલિકા દ્વારા “માય થેલી” ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
જસદણ નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક નાબૂદી ઝુંબેશ અન્વયે જસદણ ખાતે ”MY THELI” ઇવેન્ટ યોજવામાં આવી હતી. જયાં સવારના ૧૦:૦૦ થી ૦૨:૦૦ અને ૦૩:૦૦ થી ૬:૦૦ કલાક દરમિયાનમાં નગરપાલિકા સાથે જોડાયેલા સ્વ સહાય જુથો (સખી મંડળ)ના બહેનો દ્વારા જે નગરજનો પોતાના ઘરના જુના કાપડ લઈને આવ્યા હતા તેઓને સ્થળ પર જ કપડાંની થેલી વિનામૂલ્યે બનાવી આપવામાં આવી હતી.
જસદણ નગરપાલિકાને પ્લાસ્ટિક મુક્ત કરવા સહભાગી બનવા અને કાપડની થેલીનો જ ઉપયોગ કરવા માટે જસદણ નગરપાલિકાની અપીલ કરવામાં આવી છે.