GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલમાં દિવાળી નજીક નગરનાં બજારોમાં મંદીનો માહોલ.વેપારી આલમમાં ચિંતાનું મોજુ

 

તારીખ ૨૬/૧૦/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

પ્રકાશનુ પર્વ એટલે દિવાળી દિવાળીના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે હવે તહેવાર મનાવવા માટે લોકો કપડા લઇને ઘરે સુશોભનની વસ્તુઓની પણ ખરીદી કરતા હોય છે ત્યારે આ વર્ષે કાલોલ શેહરના બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.આ વર્ષની દિવાળી કેવી રહેશે તેની હવે વેપારીઓ ચિંતા કરી રહ્યા છે.વર્ષો જુના પહેલા ધમધમતા મેનબજાર,નવી પોસ્ટ હોફીસ,રબાંની મસ્જીદ અને બસ્ટેનરોડ પાસે આવેલા બજરોમાં લોકો નાનામાં નાની વસ્તુથી લઇને મોટામા મોટી વસ્તુની ખરીદી કરવા માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે.જો કે આ વર્ષે મોંધવારીના કારણે અને મંદી ના લીધે આવર્ષે બજારમાં તેહવાર જેવુ કઇ જોવા મળતું નથી વેપારીઓ રાતા પાણીએ રડી રહ્યા છે.વેપારીઓનું કેહવુ છે કે વધી રહેલી મોંધવારીના કારણે બજારોમાં મંદી જોવા મળી રહી છે.ત્યારે લોકો ખરીદી કરવા આવે છે પણ માત્ર જોઈને પરત ફરે છે.બીજી તરફ આ વર્ષે ભારે વરસાદ વરસતા ખેડૂતોનાં પાક નિસ્ફળ જતા કાલોલ શાકભાજી સહિત ખેડૂતોની આવકમાં ઘટાડો નોંધાતા ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ કાલોલ શહેરમાં મધ્યમ વર્ગની હાલ બાર સાધે તેર તૂટે જેવી થઇ છે.

Back to top button
error: Content is protected !!