એન.પી.પટેલ આર્ટ્સ એન્ડ એસ.એ.પટેલ કોમર્સ કોલેજ પાલનપુરમાં સ્પોર્ટ્સ – ડે નું આયોજન કરવામાં આવ્યું

8 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
એન.પી.પટેલ આર્ટ્સ એન્ડ એસ.એ.પટેલ કોમર્સ કોલેજ પાલનપુરમાં સ્પોર્ટ્સ – ડે નું આયોજન કરવામાં આવ્યું શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એન.પી.પટેલ આર્ટ્સ એન્ડ એસ.એ.પટેલ કોમર્સ કોલેજ પાલનપુરમાં સ્પોર્ટ્સ વિભાગ દ્વારા સ્પોર્ટ્સ -ડે નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં વિધાર્થીઓ માટે 100 મીટર દોડ,50 મીટર દોડ, 50 મીટર લંગડીદોડ, 50 મીટર ત્રિપગીદોડ, રસ્સાખેચ, સંગીતખુરશી , અને કબડ્ડી જેવી સ્પધૉનુ આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટાફના સભ્યોએ પણ ઉત્સાહપૂવૅક સંગીતખુરશીની સ્પધૉમા ભાગ લીધો હતો.સ્પોર્ટ્સ – ડે ની સાથે સાથે બ્લેક એન્ડ વ્હાઇટ ડે, સિગ્નેચર -ડે, કેપ -ડે પણ રાખવામાં આવ્યો હતો જેમાં કોલેજના 200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્યાશ્રી ડૉ .મનીષાબેન ના માગૅદશૅન હેઠળ અને સમગ્ર સ્ટાફ પરીવારના સભ્યોના સાથ સહકારથી ડૉ. દિપ્તીબેન ભાખરીયાએ સ્પોર્ટ્સ – ડે નું આયોજન કર્યું હતું.




