Jasdan: વિદેશથી કૃષિ અને દૂધ ઉત્પાદનની આયાતો રોકવાના દૃઢ નિર્ણય બદલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતી જસદણના જૂના પીપળીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળી
તા.૨૯/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Jasdan: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશમાં સહકારી ક્ષેત્રે થયેલા વિકાસથી ખેડૂતો અને પશુપાલકો સમૃદ્ધ બની રહ્યા છે. સહકારી ક્ષેત્રને સમૃદ્ધ બનાવવા બદલ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના જૂના પીપળીયાની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્યોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને આભાર વ્યક્ત કરતા પોસ્ટકાર્ડ ઉત્સાહભેર લખ્યા હતા.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિદેશથી કૃષિ અને ડેરી ઉત્પાદનોની આયાતને રોકવા, સહકારી ક્ષેત્રે નવી દિશા આપવા, દેશમાં ઘણી પેદાશોમાં જી.એસ.ટી.માં ઘટાડો કરવાના પ્રજાલક્ષી નિર્ણયો કર્યા છે. પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા શ્રી સુરભિબેન પંસારા પાસે ૧ ગાય અને ૨ ભેંસ છે. જે દરરોજ ૨૦ લિટર દૂધ આપે છે, જેને દૂધ મંડળી યોગ્ય ભાવ આપીને દૂધ ખરીદે છે.
જૂના પીપળીયાની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રીશ્રીએ કહ્યું હતુ કે, વર્ષ ૧૯૯૯થી નોંધાયેલ મંડળીમાં અંદાજે દરરોજ ૭૦૦ લિટર દૂધ આવે છે. આ મંડળીમાં બાવન જેટલા સભ્યો નોંધાયેલા છે. આ તકે પશુપાલકોએ સહકારી ક્ષેત્રને મજબૂત માળખું બનાવવા બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતા પોસ્ટકાર્ડ લખ્યા હતા.