GUJARATJAMNAGARLALPUR

જવાહર નવોદય વિદ્યાલય અલિયાબાડા કેરિયર ફેેઅર- 2025નું આયોજન કરવામાં આવ્યું.

કેરિયર ફેઅર-2025 વિદ્યાર્થી ભવિષ્ય ઘડતરની દિશામાં એક મજબૂત પગલું.

 

30 જુલાઈ 2025
અહેવાલ :- હર્ષલ ખંધેડિયા :- જામનગર

જવાહર નવોદય વિદ્યાલય અલિયાબાડા ખાતે તારીખ 28 જુલાઈ 2025ના રોજ 11:30 વાગ્યેથી 1:30 સુધી કેરિયર ફેેઅર- 2025નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીમિત્રોને ભવિષ્યના કારકિર્દી વિકલ્પો વિશે માર્ગદર્શન આપવા સાથે વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ તકોથી અવગત કરવાનો હતો.આ કેમ્પમાં વિશિષ્ટ મહેમાનો સરોજ સંદપા (રોજગાર અધિકારી) અને ધ્રુવસિંહ જાડેજા કાઉન્સલોર, રોજગાર કચેરી જામનગર,દરબાર ગોપાલદાસ શૈક્ષણિક વિદ્યાસંસ્થાઓના પ્રતિનિધિઓ અને વિદ્યાર્થીઓ,વિદ્યાનીકેતન માધ્યમિક શાળા અલિયાબાડાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ જવાહર નવોદય વિદ્યાલય અલિયાબાડાના ધોરણ:-9 થી 12ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને કારકિર્દીક વિકલ્પો એન એન્ટ્ન્સ પરીક્ષાઓ, અભ્યાસક્રમ અને કૌશલ્ય વિકાસ વિશે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી, સાથો સાથ કારકિર્દી માર્ગદર્શનના ચાર્ટ, ફાઈલ, બુકસ, BROCHUREની પ્રદર્શનીનું આયોજન રાખવામાં આવ્યું હતું. જેનો લાભ બધા વિદ્યાર્થીઓએ લીધો હતો. શાળાના પ્રિન્સિપલ શ્રી એમ.પી.સિંહ એ જણાવ્યું કે આ પ્રકારના કાર્યક્રમો વિદ્યાર્થીઓને સમયસર યોગ્ય દિશા માટે માર્ગદર્શન આપે છે અને તેમના આત્મવિશ્વાસમાં વધારો કરે છે.

Back to top button
error: Content is protected !!