ધોરણ પાંચ ના વિદ્યાર્થીઓ માટે.જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા તારીખ ૧૩ ડિસેમ્બરે લેવાશે.

તારીખ ૧૦/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
છેલ્લા ૧૬ વર્ષથી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે નવોદય પ્રવેશ પરીક્ષાના અભ્યાસક્રમની તૈયારી કરાવતા નવોદય તાલીમ વર્ગના સંચાલક દિનેશ બારીઆએ જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર સંચાલિત જવાહર નવોદય વિદ્યાલયની વર્ષ ૨૦૨૫-૨૬ ની પ્રવેશ પરીક્ષા તારીખ ૧૩ ડિસેમ્બર ના રોજ લેવામાં આવનાર છે જેથી ચાલું વર્ષે ધોરણ ૫ માં ભણતા હોય અને જેમને પ્રવેશ પરીક્ષા આપવા માટે ફોર્મ ભર્યા હોય તેવા વિદ્યાર્થીઓએ હૉલ ટીકીટ કઢાવી લેવી. હૉલ ટીકીટ માં પરીક્ષાનું કેન્દ્ર, રુમ નંબર,તારીખ, સમય તથા પરીક્ષાના બેઠક નંબર સહિતની વિગતો આપવામાં આવેલી હોય છે જે જોઇ લેવી અને કોઈ ભૂલ હોય અથવા હૉલ ટીકીટ ડાઉનલોડ ના થતી હોય તો આપની નજીકની જિલ્લાની નવોદય વિદ્યાલય પર જવું અને જરુરી માહિતી લેવી.તારીખ ૧૩ ના રોજ સવારે ૧૦ વાગે પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચી જવું, હૉલ ટીકીટ ની સાથે સાથે વિદ્યાર્થીના આધાર કાર્ડ ની એક કૉપી સાથે રાખવી. આ લીંક પરથી હૉલ ટીકીટ કાઢી શકાશે https://cbseitms.rcil.gov.in/nvs/AdminCard/AdminCard
નવોદય તાલીમ વર્ગના સંચાલક દિનેશ બારીઆએ વધુ માહિતી આપતા જણાવ્યું છે કે, ધોરણ ૪ અને ૫ માં ભણતા વિદ્યાર્થીઓને નવોદય પ્રવેશ પરીક્ષાના અભ્યાસક્રમની વ્યવસ્થિત પરિણામ લક્ષી તૈયારી કરવી હોય તો બોડેલી નવોદય ક્લાસનો સંપર્ક ૯૦૯૯૬૯૮૯૬૮ ઉપર કરવો. બહારના વિદ્યાર્થીઓના માટે રહેવા જમવાની તમામ વ્યવસ્થા સાથે નિવાસી ક્લાસ ચલાવવામાં આવે છે. છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, પંચમહાલ, વડોદરા, દાહોદ, મહિસાગર, આણંદ જેવા અનેક જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ તૈયારી માટે આવતા હોય છે અને અત્યાર સુધી ૧૨૦૦ થી વધારે વિદ્યાર્થીઓનું સફળ પરીણામ આપેલું છે તેમ જણાવીને તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભકામનાઓ પાઠવી છે.






