વેજલપુર ખાતે ધોરણ ૫ ના વિદ્યાર્થીઓ માટે જવાહર નવોદય વિદ્યાલયની ૧૮ જાન્યુઆરી ના રોજ પ્રવેશ પરીક્ષા લેવાશે
તારીખ ૧૬/૦૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કેન્દ્ર સરકાર સંચાલિત જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા તારીખ ૧૮ જાન્યુઆરી ના રોજ પ્રવેશ પરીક્ષા લેવાનારી છે ત્યારે છેલ્લા ૨૦ વર્ષથી પરીક્ષાની તૈયારી કરાવનાર ટેલેન્ટ સર્ચ એકેડેમીના સંચાલક દિનેશ બારીઆ દ્વારા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ સાથે કેટલીક જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. (૧) દરેક વિદ્યાર્થીઓએ પરીક્ષાની હૉલ ટીકીટ કઢાવી લેવી અને એક ઝેરોક્ષ પણ કઢાવી રાખવી. (૨) હૉલ ટીકીટ માં પોતાનો બેઠક નંબર, પરીક્ષા કેન્દ્રનું નામ તથા વર્ગ ખંડ નંબર જોઇ લેવો. (૩) પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાના સમય પહેલા એક કલાક વહેલા પહોંચવું. (૪) ચહેરા ઉપર ખુશી અને આત્મવિશ્વાસ રાખવો. (૫) પરીક્ષામાં કાળી અથવા ભૂરી શાહી વાળી બોલપેનનો ઉપયોગ કરી શકાય છે માટે કોઈ પણ એક જ શાહી વાળી બે બોલપેન સાથે રાખવી. (૬) પરીક્ષા OMR પદ્ધતિથી લેવામાં આવતી હોવાથી OMR જવાબવહી માં પરીક્ષાનો બેઠક નંબર, પરીક્ષા કેન્દ્ર નો કોડ નંબર વિગેરે વિગતો ભરવા માટે નિરિક્ષક દ્વારા આપવામાં આવતી સૂચનાઓ વ્યવસ્થિત સાંભળવી, સમજવી અને તેનું પાલન કરવું. જ્યાં ના સમજ પડે ત્યાં નિરિક્ષક ને પૂછવું, વિગતો ભરવામાં ઉતાવળ કરવી નહીં, ખૂબ કાળજી પૂર્વક વિગતો ભરવી. ચેક ચાક થવું જોઈએ નહીં તેની ખૂબ કાળજી રાખવી. (૭) તમારા પ્રશ્ન પત્ર અને જવાબવહી નો કોડ નંબર ફરજીયાત ચેક કરવો. બંને નો કોડ નંબર એક સરખો જ હોવો જોઈએ. જો અલગ અલગ હોય તો નિરિક્ષક ને ધ્યાન દોરાવવુ. (૮) જવાબવહી માં પોતાની સહી ફરજીયાત કરવી (પરીક્ષા આપવા માટે ના ફોર્મ માં સહીં કરી હોય તેવી જ સહીં કરવી) (૮) જવાબવહી માં કોઈ પણ પ્રકારનું વધારાનું કંઈ લખવું કે ચિન્હ કરવું નહીં. (૯) પરીક્ષાનો સમય ફક્ત બે કલાક (૧૨૦ મિનિટ) હોવાથી સમયને ધ્યાનમાં રાખીને પરીક્ષા આપવી (સાદી કાંડા ઘડિયાળ સાથે લઇ જઇ શકો છો) (૧૦) પ્રશ્ન પત્રમાં ત્રણ વિભાગમાં હોય છે માનસિક યોગ્યતા કસોટીના ૪૦ પ્રશ્નો, ગણિત વિભાગના ૨૦ પ્રશ્નો અને ભાષા વિભાગના ૨૦ પ્રશ્નો સહિત કુલ ૮૦ પ્રશ્નો હોય છે. આમ ૮૦ પ્રશ્નો ૧૨૦ મિનિટ માં સોલ કરી જવાબ OMR શીટમાં આપેલ A,B,C,D વિકલ્પમાં થી સાચા વિકલ્પ પ્રમાણેનું રાઉન્ડ બોલપેન દ્વારા ભરવાનું હોય છે. (૧૧) પ્રશ્ન ક્રમાંક અને જવાબવહી નો ક્રમાંક બદલાય નહીં તેની ખાસ સાવચેતી રાખવી. (૧૨) કોઈ પણ પ્રશ્નનો સાચો વિકલ્પ એક જ હોય છે તેથી જવાબવહી માં કોઈ એક જ વિકલ્પ ભરવો. (૧૩) સૌ પ્રથમ માનસિક યોગ્યતા કસોટી વિભાગ સોલ કરવો અને વધારેમાં વધારે ૩૦ મિનિટમાં સોલ કરી દેવો. (૧૪) ત્યારબાદ ભાષા વિભાગ સોલ કરવો તે પણ વધારેમાં વધારે ૩૦ મિનિટમાં પુરો કરવો. (૧૫) ગણિત વિભાગના ૨૦ પ્રશ્નો માટે ૫૦ મિનિટ જેટલો સમય લઇને સોલ કરવો. (૧૬) ગણિતના પ્રશ્નો એક વાર શાતિથી વાંચી લેવા, સમજી લેવા સરળ અને આવડી શકે તેવા પ્રશ્નો પહેલા સોલ કરવા ત્યારબાદ થોડા કઠીન લાગતા પ્રશ્નો (દાખલાઓ) કરવા (૧૭) જે દાખલા ના આવડે તેવા હોય તેની પાછળ સમય બગાડવો નહીં. પરંતુ છેલ્લે જે તે વિકલ્પ પસંદ કરીને આન્સર શીટમાં જવાબ ચોક્કસ ભરવો. એક પણ પ્રશ્ન આન્સર શીટમાં ભરવાનું છોડી દેવું નહીં. માઇનસ પદ્ધતિ હોતી નથી તેથી દરેક ૮૦ પ્રશ્નોના જવાબ આન્સર શીટમાં ફરજીયાત ભરવા.(૧૮) બિનજરૂરી ના ઉતાવળ કરવી ના તો ધીરજ કરવી, પોતાની સમજણ અને વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો. (૧૯) માનસિક યોગ્યતા કસોટી અને ભાષા વિભાગમાં એક નહીં બે વખત જવાબ ચેક કરી જોવા, ક્યારેક સરળ લાગતા પ્રશ્નો એટલા સરળ હોતાં નથી. (૨૦) જ્યાં સુધી ચોક્કસ જવાબ ના સમજાય ત્યાં સુધી જવાબવહી માં વિકલ્પ ભરવો નહીં. (૨૧) ઘડિયાળ નો ઉપયોગ કરશો તો પેપર સમય સાથે લખી શકશો અને સમયની ચિંતા, તણાવ માંથી મુક્ત રહી શકશો. (૨૨) દરેક સાચા જવાબના ૧.૨૫ માર્કસ પ્રમાણે ૮૦ પ્રશ્નોના ૧૦૦ માર્કસ હોય છે. (૨૩) જવાબવહી માં ચેક ચાક ના થવું જોઈએ અને પ્રશ્ન ક્રમાંક બદલાવો ના જોઈએ આ ખુબ કાળજી રાખવી (૨૪) દરેક વિદ્યાર્થીઓને અલગ અલગ સિરિઝ નું પ્રશ્ન પત્ર હોય છે તેથી કોઇની કૉપી કરવી નહીં. (૨૫) પરીક્ષા આપવા માટે ટ્રાન્સપરેન્ટ (પારદર્શી) બોર્ડ સાથે લઇ જઇ શકો છો. દરેક વિદ્યાર્થીઓએ આ પ્રવેશ પરીક્ષા પરિણામ ની ચિંતા રાખ્યા વગર પોતાની શ્રેષ્ઠતા માટે આપવાનો ભાવ રાખવાનો. તમારી સમજ અને સમજદારીની આ પરીક્ષા છે તેથી દરેક પ્રશ્નો જેટલા સમજશો તેટલી સરળતા રહેશે તેવી સૂચનાઓ સાથે કોઈ અન્ય પરીક્ષા લક્ષી માર્ગદર્શન માટે ૯૦૯૯૬૯૮૯૬૮ નંબર ઉપર સંપર્ક કરવો તેમ જણાવી આજની આ પરીક્ષા માટે દિનેશ બારીઆ એ સૌને શુભેચ્છાઓ પાઠવી છે.