GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: એક અનોખો ફ્રી હેલ્થ કેમ્પ માંનસિક લોકો માટે બા નું ઘર વૃધ્ધાશ્રમ દ્વારા… 

તા.૧૨/૫/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: એક અનોખો ફ્રી હેલ્થ કેમ્પ માંનસિક લોકો માટે બા નું ઘર વૃધ્ધાશ્રમ દ્વારા આ કેમ્પમાં દવાઓ, નીદાન, સારવાર અને લેબોરેટરી તપાસ બધું સંસ્થા દ્વારા ફ્રી કરી આપવામાં આવ્યું હતું, આ કેમ્પના અધ્યક્ષ શ્રી ચંદુભાઈ વિરાણી, બાલાજી વેફર્સ અને ઉપાધ્યક્ષ શ્રી અરવિંદભાઈ પટેલ, પ્રમુખ ઉમિયાધામ અને સંસ્થાના શ્રી મુકેશભાઈ મેરજા, ગીતાબેન પટેલ, વિભાબેન મેરજા, ડિ. સી. પટેલ, સંજય ખીરસરિયા, નરેન્દ્રભાઈ રાંકજા, ગોવિંદભાઈ રાંકજા, મનીષભાઈ વડારીયા, હસમુખભાઇ કાલરીયા એ દિપ પ્રગટ્ય કરી કેમ્પ ચાલુ કરાવ્યો હતો અને સેવાઓ આપી હતી જેમાં 110 માનસિક બિમાર લોકોએ આ ફ્રી કેમ્પનો લાભ લીધો હતો

માનવ કલ્યાણ મંડળ ટ્રસ્ટનાં બા નું ઘર” વૃદ્ધાશ્રમ દ્વારા રાજકોટમાં માનવ કલ્યાણ મંડળનાં માનવ મૅડિકલ, લેબોરેટરી અને હોસ્પિટલ શોપ નંબર ૧૦-૨૬, રાણી ટાવર, ક્રિસ્ટલ મોલ ની સામે, કાલાવડ રોડ, રાજકોટ 360005 ખાતે મગજના રોગોનો નિ:શુલ્ક નિદાન કેમ્પ (હેલ્થ કેમ્પ) રાખેલ હતો, જેમાં દવાઓ, હિમોગ્લોબિન અને ડાયાબિટીસની લેબોરેટરી પણ તમામને ફ્રી માં કરી આપી હતી આ કેમ્પમાં મગજના રોગોનાં સ્પેશ્યલિસ્ટ

ડો. અંકિત પટેલ M.D Neuropsychiatry (Gold medalist), સાથે અન્ય ડોકટરો સેવા આપી હતી આ કેમ્પમાં મગજના રોગો, માથાનો દુ:ખાવો, આધાશીશી, તાણ-આંચકી (Epilepsy), યાદશક્તિમાં ઘટાડો (Dementia), ધ્રુજારી (Parkinson’s), કંપવા, ઉદાસિ (Depression), ચિંતા રોગ (Anxiety), વિચાર વાયુ, ગભરામણ, અનિંદ્રા અને ધૂન રોગનું ફ્રી માં સારવાર નિદાન કરી આપવામાં આવ્યું હતું તેમજ હિમોગ્લોબિન અને ડાયાબિટીસની લેબોરેટરી પણ તમામને ફ્રી માં કરી આપી અને જરૂરી દવાઓ ફ્રી માં આપવામાં આવી હતી

આ “બા નું ઘર” વૃદ્ધાશ્રમ સંસ્થા દ્વારા તમામ જ્ઞાતિના લોકો માટે એક રાહતદરનો મેડીકલ સ્ટોર (જેમાં આશરે ૯૫ % જેટલી રાહત), રાહતદરની લેબોરેટરી જેમાં દસ રૂપિયામાં બ્લડ સુગરની તપાસ તેમજ ખુબજ ઓછા દરે લેબોરેટરીની તપાસ કરી આપવામાં આવે છે, અને સહતદરનું દવાખાનું ચાલે છે જેમાં ફક્ત દશ રૂપિયાના ટોકનદરે અનુસવી MBBS ડો. દ્વારા દવાખાનામા નિદાન કરી આપવામાં આવે છે,

આ સંસ્થા નિરાધારો અને જરૂરીયાતમંદ માટે આ દરેક આરોગ્ય સેવાઓ ફ્રી માં કરી આપવામા આવે છે. કારણ કે આરોગ્ય બાબતે અપાતી સેવા એ સર્વોત્તમ સેવા છે અને એ પણ “નો પ્રોફિટ નો લોસ” નાં ધોરણે બા નું ઘર વૃધ્ધાશ્રમ સંસ્થા દ્વારા આવી સેવાઓ કાલાવાડ રોડ પર, ક્રિસ્ટલ મોલ સામે, રાણી ટાવરમાં પ્રથમ માળે, માનવ મેડિકલ, માનવ લેબોરેટરી, અને માનવ હોસ્પિટલ ચાલુ કરી છે. આ “બા નું ઘર વૃદ્ધાશ્રમ” સાવ નિરાધારો, બહેરા-મૂંગા, ગાંડા, બિન વારણું, ઘર વિહોણા, આધાર વિનાના લોકોને સાવ ફી માં રહેવા, જમવા, દવાઓ સાથે આશ્રય આપે છે આપના ધ્યાનમાં આવી વ્યક્તિઓ હોઈ તો ધ્યાન દોરજો, આ સંસ્થાની મુલાકાત લઇ આપને યોગ્ય લાગેતો મદદ કરજો સંસ્થાને મકાન માટે દાનની જરૂર છે સીએસઆર ફંડ સ્વીકાર્ય છે. સંસ્થાને અપાતું દાન કરમુક્ત છે. સજજનોને દાન આપવા સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવે છે

અત્યારે આ મોંઘવારીના યુગમાં તમામ લોકોને જરૂરી દવાઓ ખુબજ સહતદરે મળે અને બધી લેબોરેટરી તપાસ પણ સાવ વ્યાજબી ભાવે, કમીશન વગર થઈ સકે અને ફક્ત દસ રૂપિયામાં દવાખાનાની સેવાઓ ઉપલબ્ધ થાય તે આશય સાથે આ સેવાઓ ચાલુ કરવામાં આવી છે, જેમાં તમામ જ્ઞાતિઓનાં લોકો માટે કોઈપણ ભેદભાવ વગર ચલાવવામાં આવે છે. આ સેવામાં જોડાઈ આપ સેવા આપવા, દાન આપવા અને સભ્ય બનવા માંગતા હોઈ તો સંસ્થાનો સંપર્ક કરે, આ માનવ આરોગ્ય સેવા સુવિધા રાજકોટ મધ્યે રાણી ટાવર કાલાવાડ રોડ પર છે, વધુ વિગત માટે વધુ વિગત માટે સંસ્થાના મુકેશભાઈ મેરજા, (મો. ૯૪૨૬૭૨૭૩૭૩) ગીતાબેન પટેલ, (મો. ૯૪૨૯૧૬૬૭૬૬) ડી.સી.પટેલ, નરેન્દ્રભાઈ રાંકજા, સંજય ખીરસરીયા, માનીશભાઈ ડેડકિયા, દિનેશભાઈ અમૃતિયા, કે વિભાબેન મેરજાનો સંપર્ક કરવો.

Back to top button
error: Content is protected !!