MORBI:મોરબી ગ્રામ્ય વિસ્તારમાં મૂકબધિર પુત્રી ઉપર દુષ્કર્મ આચરનાર સાવકા પિતાને પત્નીએ મોતને ઘાટ ઉતાર્યો

MORBI:મોરબી ગ્રામ્ય વિસ્તારમાં મૂકબધિર પુત્રી ઉપર દુષ્કર્મ આચરનાર સાવકા પિતાને પત્નીએ મોતને ઘાટ ઉતાર્યો
મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સમાજ વ્યવસ્થાને શર્મસાર કરતી એક ઘટના બની છે. જેમાં સાવકા પિતાએ 24 વર્ષીય મૂક બધિર સાવકી પુત્રી ઉપર નજર બગાડી હવસનો શિકાર બનાવી બળાત્કાર ગુજારતા મૂક બધિર યુવતી અવાચક બની ગઈ હતી. બીજી તરફ સાવકા બાપે કરેલા કૃત્યુની જાણ મૂક બધિર યુવતીના માતાને થતા માતાએ હવસખોર પતિને ઢીંકા પાટુનો માર મારી છાતીના ભાગે લાતો ફટકારતા નરાધમનું મૃત્યુ થતા બનાવ હત્યામાં પલટાયો છે, બીજી તરફ આ ગંભીર બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધવા તજવીજ શરૂ કરી છે.
નોંધનીય છે કે, જે શ્રમિક પરિવારમાં આ ઘટના બની છે તેમાં હત્યાનો ભોગ બનેલ પિતા તેમજ મૂક બધિર યુવતીના માતાના આ બીજા લગ્ન હોવાનું અને મુક બધિર યુવતી માતા સાથે આંગળીયાત આવી હોય સાવકા બાપે દીકરી ઉપર જ નજર બગાડી મોકો મળતા દેહ અભળાવી નાખ્યો હતો. જે બાદ માતાને બનાવની જાણ થતા નરાધમ પતિને ઢોર મારતા મૃત્યુ નીપજ્યું હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાય છે તો પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ઘરી..






