GUJARATJETPURRAJKOT

Jetpur: જેતપુરમાં દૂષ્કર્મના ઇરાદે અઢી વર્ષની બાળકીની હત્યા નિપજાવનાર શખસને આજીવન કેદની સજા

તા.૧૧/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

સામાકાંઠા વિસ્તારમાં ગત રામનવમીએ પરપ્રાંતિય પરિવારની બાળકીને રાજેશ ચુડાસમા નામનો શખસ મોઢે ડૂમો દઇ ઉઠાવી ગયા બાદ માથા પર પથ્થર ઝીંકી હત્યા કરી’તી : આરોપીને 30 હજારનો દંડ અને પરિવારને રૂ.2 લાખનું વળતર ચુકવવા હુકમ

Rajkot, Jetpur: જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારમાં ગત વર્ષ રામનવમીના દિવસે પરપ્રાંતીય પરિવારની અઢી વર્ષની બાળકીની ત્યાં કારખાનામાં રહેતો અને મજુરી કરતા શખસનો દુષ્કર્મનો ઇરાદો પાર ન પડતા બાળકીને મોઢે ડુમો દઇ માથા પર પથ્થર મારી હત્યા નીપજાવી હતી. આ ગુનાનો કેસમાં સેશન્સ જજે આરોપી શખસને આજીવન કેદની સજા અને ત્રીસ હજાર જેવો દંડની સજા કરી હતી.

મળતી માહિતી જેતપુર શહેરના સામાકાંઠા ઔધોગિક એકમ જનકલ્યાણી વિસ્તારમાં ગત વર્ષ 30 માર્ચના રામનવમીના દિવસે બપોરના સમયે એક પરપ્રાંતીય પરિવારની અઢી વર્ષની બાળકી ગુમ થઇ ગઇ હતી. જેથી બાળકીના માતા પિતા હાંફળા ફાંફળા થઇ બાળકીની સાંજ સુધી શોધખોળ કરી પરંતુ બાળકીનો ક્યાંય પતો ન લાગતા પોલીસને જાણ કરી હતી. ધણી શોધખોળના અંતે બાળકીના ઘરથી થોડે જ દુર એક ખુલ્લા મેદાનમાં બોઇલરમાં બળતળ તરીકે ઉપયોગમાં લેવાતા લાકડાઓની વચ્ચે એક પ્લાસ્ટીકની કોથળી નજરે પડતા પોલીસે તે ખોલીને જોતા તેમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બીજીબાજુ બાળકીનો મૃતદેહ વસુંધરા પ્રીન્ટ નામના સાડીના કારખાનાના મેદાનમાં રાખેલ લાકડાઓમાંથી મળતા પોલીસે બાળકીના ઘરથી વસુંધરા પ્રીન્ટ સુધીના વિસ્તારમાં આવેલ કારખાનાઓના સીસીટીવી કેમેરા જોતા એક કેમેરામાં સાંજના 5.02 મીનીટ બાળકી દુધિયા કલરનું શર્ટ પહેરેલ એક શખસ સાથે જતી જોવા મળી હતી. જેથી પોલીસે વસુંધરા પ્રીન્ટ કારખાનાના છ થી સાત જેટલા મજૂરોને પુછપરછ માટે બોલાવેલ જેમાં સીસીટીવી કેમેરામાં નજરે પડતા કપડા અને દેખાવ ધરાવતા શખસ રાજેશ ચૌહાણ મુળ બિહારના નાલંદા જીલ્લાના રઘુનાથપરાના વતની શખસની પોલીસે પુછપરછ હાથ ધરી જેમાં આ શખસે કબુલાત આપેલ કે, રામનવમીની કારખાનામાં રજા હોવાથી બીજા કારખાનાઓ બંધ હતા અને બધુ સુમસામ હતું તેવામાં તેના મનમાં વાસનાનો કીડો સળવળતા રાજેશને કારખાનામાંથી થોડે દુર એક બાળકી રમતી નજરે પડી હતી તે બાળકીને ભાગ આપવાની લાલચ આપી કારખાનામાં લઇ ગયેલ અને બાળકી સાથે દુષ્કર્મની કોશિષ કરતા બાળકીએ રાડારાડ કરી મુકી જેથી બાળકીનો અવાજ બહાર ન જાય તે માટે રાજેશે બાળકીના મોઢે મુંગો દઇ માથામાં પથ્થર મારી હત્યા નીપજાવી નાખી અને બાળકીના મૃતદેહને સગેવગે કરવા પ્લાસ્ટીકની કોથળીમાં લાશ મુકી લાકડાઓની વચ્ચે સંતાડી દીધી હતી. પોલીસે બાળકીના પિતાની ફરિયાદ પરથી આરોપી રાજેશ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. આ ધૃણાસ્પદ બનાવનો કેસ જેતપુરની એડીશ્નલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ કેતન પંડયાએ 14 સાહેદો અને 55 જેટલા દસ્તાવેજી પુરાવા સાથેની દલીલ રજૂ કરતા સેશન્સ જજ એલ.જી.ચુડાસમાએ આરોપી રાજેશ ચુડાસમાને તમામ કલમ હેઠળ કુસરવાર ઠેરવ્યો હતો અને આરોપી રાજેશને આજીવન કેદ અને 30 હજાર રૂપિયાના દંડની સજા કરી હતી. બાળકીના માતા પિતાને ગુજરાત વિક્ટીમ કમ્પન્સેશન સ્કીમ 2019ની જોગવાઇ અંતર્ગત્ત બે લાખ રૂપિયા વળતર ચુકવવા જિલ્લા કાનૂની સહાય મંડળને ભલામણ કરી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!