GUJARATJETPURRAJKOTRAJKOT CITY / TALUKO

Jetpur: જેતપુર ફૂડ મોલ ખાતે કાર્યક્રમ યોજી જેતપુર પંથકના લોકોને કર્યા જાગૃત

તા.૧૬/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot, Jetpur: રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને વધુને વધુ નાગરિકો મતદાનમાં સહભાગી બને તે માટે મતદાર જાગૃતિલક્ષી નવતર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ૭૪-જેતપુર વિધાનસભા વિસ્તારમાં આવેલ જેતપુર ફૂડ મોલ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જેતપુર પંથકના લોકોને મતદાન કરવા પ્રેરણાત્મક ટેલી ફિલ્મ દેખાડી “મતદાન જરૂર કરો અને કરાવો”, “૧૦ મિનિટ દેશ માટે” અને ” અમે અવશ્ય મતદાન કરીશું ” “લોકશાહીના પર્વ પર મતદાન જરૂર કરીએ” એવા સંદેશા સાથે મતદાન માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લાના ૭૪-જેતપુર વિધાનસભા વિસ્તારમાં ૧,૪૪,૨૦૭ પુરુષ અને ૧,૩૩,૪૬૬ સ્ત્રીઓ એમ કુલ ૨,૭૭,૬૭૭ મતદારો નોંધાયેલ છે ત્યારે આ મતદારો આગામી મતદાનમાં મતદાન કરવા માટે આગળ આવે તે માટે સ્વીપ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમ અધિક કલેક્ટર તથા સ્વીપના નોડલ અધિકારી શ્રી જીજ્ઞાસાબેન ગઢવીની યાદીમાં જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!