GUJARATJETPURRAJKOTRAJKOT CITY / TALUKO

Jetpur: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના થકી જેતપુર શ્રમિક પરિવારના દીકરીના હૃદયની સર્જરી કરાઈ

તા.૨૪/૪/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

આલેખન – જીતેન્દ્ર/રિધ્ધિ

વિનામૂલ્યે સર્જરી બાદ બાળકી સ્વસ્થ છે, નિયમિત સ્કૂલે જાય છે

Rajkot, Jetpur: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્યક્રમ અંતર્ગત જેતપુરનાં શ્રમિક પરિવારનાં દીકરીની ડોક્ટર્સ દ્વારા વિનામૂલ્યે હૃદયની ખામી દૂર કરવા માટે સર્જરી કરવામાં આવી હતી.

અનિલભાઇની પુત્રી યશસ્વી જન્મ પહેલા જ હૃદયની ખામી ધરાવતી હતી. તા.૦૮ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ જન્મેલી યશસ્વીને છ વર્ષની વયે શાળામાં અભ્યાસ અર્થે મુકવામાં આવી. શાળામા તા.૨૭ જુલાઈ ૨૦૨૪ ના રોજ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જેતપુરની RBSK ટીમના ડો. જયેશ પાઘડાર આને ડો. રાધિકા હીરપરા દ્વારા બાળકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું જેમાં તપાસ કરતા યશસ્વીના હૃદયમાં તકલીફ હોવાનું પ્રાથમિક નિદાનમાં જણાયું હતુ. આ અંગેની જાણ તેમના પરીવારને કરતા યશસ્વીના પરીવારજનો ચિંતિત અને દુખી થઇ ગયા હતા. પણ આરબીએસકેની ટીમે બાળકને હૃદયની તકલીફની સારવાર વિશે દીકરીનાં વાલીને સમજાવી સરકારશ્રીની “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” અને પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના વિશે વિસ્તૃત વાત કરી બાળકને જોઈતી તમામ સારવાર વિનામૂલ્યે મળશે તેમ જણાવી સાંત્વના આપી હતી. ત્યારબાદ પરિવારજનો સહમત થતાં યશશ્વીને વધુ તપાસ માટે સીવીલ હોસ્પિટલ રાજકોટ ખાતે રીફર કરવામાં આવી હતી. જ્યાં તેને હદયમાં ખામી હોવાનું સામે આવતા યશસ્વીનો પારીવાર પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા સંમત થયા હતા.

તા ૨૨ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ તજજ્ઞ ડોક્ટરોની ટીમે યશસ્વીની સફળતાપૂર્વક સર્જરી કરી હતી. ત્યારબાદ ગત તા.૦૩ એપ્રિલ ૨૫ના યશસ્વીની ફોલોઅપ તપાસ કરવામા આવી હતી. હાલ યશશ્વીનું સ્વાસ્થ્ય ખુબ જ સારુ છે બાળકી હવે પોતાની જિંદગી સરળતાથી જીવે છે અને શાળાએ પણ જાય છે.

દીકરીનાં પિતા અનિલભાઇ અને તેમના પરીવારે આર.બી.એસ.કે. ટીમ, ડોક્ટર્સ તથા સરકારશ્રી પ્રત્યે આભાર વ્યક્ત કરી મેડિકલ ટીમની કામગીરીને બિરદાવી હતી.

જિલ્લામાં RBSK ટીમ દ્વારા કરવામાં આવતી કામગીરી વધુને વધુ બાળકોને લાભ થાય અને બાળક તંદુરસ્ત રહે તે માટે જિલ્લા વિકાસ અધીકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.આર.આર. ફુલમાલીના માર્ગદર્શનમાં વખતો વખત મીટીંગો યોજી કાર્યક્રમનુ આયોજન અને મુલ્યાંકન કરવામાં આવે છે તથા RBSK ટીમને માર્ગદર્શન આપવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!