Jetpur: સ્વચ્છતા હl સેવા-૨૦૨૫’ અભિયાન સર્જનાત્મક અભિવ્યક્તિ દ્વારા સ્વચ્છતા અંગેની જાગૃતિ કરતાં જેતપુરની કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ
તા.૨૫/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Jetpur: સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત પી.એમ. શ્રી કેન્દ્રીય વિદ્યાલય જેતપુરમાં કલા પ્રદર્શન યોજાયું હતું, જેમાં ધોરણ ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓએ પેઇન્ટિંગ, પોસ્ટર, આર્ટિફેક્ટ્સ, પોસ્ટ અને સ્લોગન લેખન રજૂ કર્યા હતા. તમામ વિદ્યાર્થીઓએ સ્વચ્છતા વિષય પર પોતાની સર્જનાત્મક અભિવ્યક્તિ રજૂ કરી હતી.
તમામ ધોરણોના વિદ્યાર્થીઓએ આ કલા પ્રદર્શન નિહાળ્યું હતું ભવિષ્યમાં પણ આવા કલા પ્રદર્શનનું આયોજન કેન્દ્રીય વિદ્યાલય જેતપુર દ્વારા કરવામાં આવશે જેથી સ્વચ્છતા પ્રત્યે સમાજમાં જાગૃતિ ફેલાવી શકાય. આ કલા પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ ઓઇલ પેસ્ટલ, પેન્સિલ શેડિંગ, ચારકોલ, એક્રેલિક કલર્સ તથા વોટર કલર્સનો ઉપયોગ કરીને ચિત્રો બનાવ્યા હતા.
આ કલા પ્રદર્શનનું ઉદ્ઘાટન વિદ્યાલયના પ્રાચાર્ય શ્રી મુકેશ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું. ઉદ્ઘાટન પ્રસંગે પુસ્તકાલય વિભાગ અધ્યક્ષ શ્રી રેનિશ પરસાણિયા, શ્રીમતી ચૈતાલી જાની શ્રીમતી જયશ્રી તથા કલા પ્રદર્શનના સંયોજક અને કલા શિક્ષક શ્રી ગીરીશ ચૌરસિયા, અનુપ સિંહ, અમર સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા.