GUJARATKUTCHMANDAVI

કચ્છના રામપર-વેકરાના જિગ્નેશ લીંબાણી ગાય આધારીત વિવિધ ઉત્પાદનો બનાવી બન્યા આત્મનિર્ભર

ભુજ ખાતે સ્વદેશી મેળામાં પ્રાકૃતિક ખેતી આધારીત કઠોળથી લઇને સૌંદર્ય પ્રસાધનો બન્યા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા૦૬ માર્ચ : કેન્દ્ર તથા રાજ્ય સરકાર સ્વદેશીને પ્રોત્સાહન મળે તે દિશામાં કાર્યરત છે ત્યારે માંડવી તાલુકાના રામપર-વેકરાના જિગ્નેશ લીંબાણીના ગાય આધારીત અવનવા ઉત્પાદનો લોકોમાં રસનો વિષય બન્યા છે. ગાયની મહત્તાને જાળવી રાખવાની નેમ સાથે તેઓ ગૌમૂત્ર, ગૌબર આધારીત અનેક આરોગ્યવર્ધક ઉત્પાદનો બનાવવા સાથે પ્રાકૃતિક વસ્તુઓમાંથી ઉત્પાદિત સૌંદર્યં પ્રસાધનો બનાવીને લોકોના આરોગ્યને કેમીકલ વગરની વિશાળ પ્રોડક્ટ રેન્જ પણ પૂરી પાડી રહ્યા છે. જિગ્નેશભાઇ જણાવે છે કે, ગાય આધારીત ખેતીનું મિશન જ્યારે રાજ્ય સરકાર ચલાવી રહી છે. ત્યારે હું પણ સ્વામી દેવચરણના માર્ગદર્શન હેઠળ ગાય આધારીત ખેતી સાથે કેમિકલ ફ્રી રોજિંદા વપરાશના સૌદર્યં પ્રસાધનો બનાવી રહ્યો છું. જેનો મુખ્ય હેતુ ગાયનું અસ્તિત્વ ટકી રહે તથા લોકોના આરોગ્ય સાથે થતાં ગંભીર ચેડાને અટકાવી શકાય. આજના સમયમાં અનાજ, કઠોળ, શાકભાજીમાં વપરાતી દવાઓથી લઇને સાબુ, શેમ્પુ, ફેશવોશ, બોડી લોશન વગેરે ચીજોમાં વપરાતા કેમિકલ આરોગ્યને નુકશાન કરી રહ્યા છે. ત્યારે આ માહોલ વચ્ચે અમે છેલ્લા ચાર વર્ષથી લોકોને ઝેરમુક્ત ખોરાક મળી રહે તે માટે પ્રયત્નશીલ છીએ. હાલ પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત મગ, બાજરો, મસાલા વગેરે સાથે ચોખ્ખું મધ, કોલ્ડપ્રેસ સીંગ, તલ તથા કોપરેલનું તેલ, દેશી ઘી, દેશી ગોળ આ સાથે ગાય આધારીત પ્રોડક્ટમાં નસ્ય, પેયમ, આઇડ્રોપ, બ્રાઉન સુગર, ગૌમૂત્ર અર્ક, મસાજ ઓઇલ અને કેમિકલ ફ્રી ફેસપેક, ફેશવોશ, શેમ્પુ, બોડીવોશ, સાબુ વગેરેનું ઉત્પાદન અમારી ગૌ- શાળા ખાતે ગોપદ બ્રાન્ડના નેજા હેઠળ કરીએ છીએ. ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ રોજગાર મેળામાં અમે ભાગ લઇએ છીએ જેના કારણે અમને ખૂબ જ ફાયદો થયો છે. નિ:શુલ્ક વેચાણ પ્લેટફોર્મના કારણે અમે સીધા જ ગ્રાહકો સાથે જોડાઇ શકીએ છીએ. આ માટે હું રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.

Back to top button
error: Content is protected !!