જીવ દયા ફાઉન્ડેશન દ્વારા જલોત્રા પાસે કરમાવાદવિસ્તારમાં કીડીઓ માટે કિરીયારુ પુરવાનો પ્રોગ્રામ રાખો

6 એપ્રિલ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જીવ દયા ફાઉન્ડેશન દ્વારા જલોત્રા પાસે કરમાવાદવિસ્તારમાં કીડીઓ માટે કિરીયારુ પુરવાનો પ્રોગ્રામ રાખો. કીડીઓને ખાવા ખોરાક માટે સૂકા નારિયલમાં જુદા જુદા અનાજનો કરકરોલોટ તૈયાર કરી તેમાં ભરી ચોમાસા દરમિયાન ખોરાક મેળવી શકે છે.બનાસકાંઠાના જલોત્રા.થી કરમાવાદ વચ્ચે જંગલ વિસ્તારમાં જીવ દયા ફાઉન્ડેશનદ્વારા મીનાબેન રાજુભાઈ સોમાણી ના સહયોગથી. કિડિયારું પુરવામાં આવ્યુ કીડી માટે કીડિયારું પૂરવા માં આવ્યું. સૂકા નારિયેળ લઈ તેમાં હોલ કરીને ગોળ, ખાંડ દેશી ઘી, મિક્સ વાળો લોટ ભરીને કીડી માટે કીડિયારું બનાવવામાં આવેછે. કીડીને કીડીયારું પૂરવા થી કરજ ઓછું થાય છે અને સાત પેઢી શ્રીમંત બને છે. નારીયેલના કીડિયારું ના કારણે કીડીને રોટી અને મકાન બંને મળી રહે છે. નારીયેળ ઉપર કાણું પાડી ને કીડિયારું પૂરવામાં આવે છે. બાદમાં વૃક્ષ નીચે બખોલ માં મુકતા કીડીઓ તેની અંદરથી ખોરાક લે છે ,અને ચોમાસા માં વરસાદ થી બચવા આશરો પણ લે છે. વ્યક્તિ ને ભોજન આપી એ તો તે અંદર થી આપણ ને આશીર્વાદ આપે છે , તેવી રીતે જ કીડી ને કણ નાખવામાં આવે તો તે પણ આપણ ને આશીર્વાદ આપે છે. આપણી દરેક
મુશ્કેલી માં એ આપણ ને બચાવે છે. અને કીડી ને કણ નાખવા લઈને એવું પણ કહેવામાં આવે જે લોકો કીડિયારું પૂરતા હોય છે તેમને મૃત્યુ પછી સ્વર્ગ મળેછે. જીવદયા ફાઉન્ડેશન દ્વારા મીનાબેન રાજુભાઈ સોમાણી ના સહયોગ થી કિડિયારું પુરવામાં આવ્યું આ સેવા કાર્યમાં જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી. રવાભાઈ ભગત. જયેશભાઈ જોષી. અનેરમેશભાઈ મોદી. અશોકભાઈ પઢીયાર. સોનુ ભાઈ રેડિયમ.હર્ષિલ ભાવસાર. સેવાભાઈ મિત્રો સેવા કાર્યમાં સહયોગી બન્યા અને ચૈત્ર માસ ના પુણ્ય ના ભાગીદાર બન્યા.







