GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

JMC “આશા”- જન આરોગ્ય માટે સેતુ અને અજવાળુ

ઘેર ઘેર જઇ ડેટા એકત્રીકરણ-સરકારની યોજનાનો પ્રચાર- સેવા સાથે માનદ વેતનથી રોજગારી પણ મળી રહે છે

 

જામનગર (ભરત ભોગાયતા)

 

રાષ્ટ્રના કે રાજ્યના આયોજનો એક્શન પ્લાન યોજનાઓ પ્રગતિના લક્ષ્ય વગેરે માટે પાયાની જરૂરીયાત છે “ડેટા” તેમાંય વ્યક્તિ સમુહની તંદુરસ્તી દેશ પ્રદેશની તંદુરસ્તીની પારાશીશી બને છે જે માટે ખૂબજ પાયાથી ખૂબજ છેવાડાથી માંડી વિગતો એકઠી કરવી પડે છે અને વિગતો માટે લોકોને જાગૃત કરવા પડે છે કેમકે સરકારની અનેક યોજનાઓની જેમ આરોગ્યની અનેક સ્કીમ હોય છે તેનો લાભ મેળવી લોકો તેમની તંદુરસ્તી માટે જાગૃત અને એક્ટીવ બને તે માટે દૂર દૂર સુધી જ્યા જ્યા વસવાટ છે ત્યાં સુધી લોકોને જાણકારી આપવાની થાય છે જામનગરમાં આવી કામગીરી કરતા આશા બહેનો ખરેખર આશા નુ કિરણ છે શહેરના સ્લમ નોન સ્લમ બંને વિસ્તારોમાં જઇને ૨૫૦ પણ વધુ આશા બહેનો કાર્યરત છે તેમ જણાવી પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર બ્રિજેશ જાની જણાવે છે કે અમોને આ માટે આરોગ્ય અધીકારી ડો.ગોરી સાયબનુ અવિરત માર્ગદર્શન અને દેખરેખ મળે છે તેમજ વહીવટી કક્ષાએ ડેપ્યુટી મ્યુ. કમીશનર શ્રી ઝાલા સા. કમીશનર શ્રી મોદી સાયબ જરૂરી મોનીટરીંગ કરી વિગતો જોઇ દિશા નિર્દેશ કરતા રહે છે એકંદર બાળકો બહેનો ભાઇઓ વડીલો સૌની તંદુરસ્તી માટે જામનગર કોર્પોરેશન નુ આરોગ્ય તેમજ લગત તંત્ર ખૂબજ સક્રીય હોવાનુ જાણવા મળ્યુ છે તેમજ અનેક પ્રકારે આરોગ્ય સેવાઓ અમલમાં છે તેમાથી લોકજાગૃતિ નુ પણ એક મહત્વનુ કામ આશા બહેનો ખંત પુર્વક કરીને ચીવટથી કરી સમગ્ર આરોગ્ય સીસ્ટમની બેઝ લાઇન જવાબદારી નિભાવે છે સ્વયંસેવક તરીકે સેવા આપતા આશા બહેનો ને ઇન્સેન્ટીવ તરીકે માનદ વેતન પણ મળી રહે છે જેથી રોજગારી જેવુ પણ પ્રદાન થાય છે સાથે સાથે જન આરોગ્ય જાળવવા સેતુરૂપ બને છે

—જામનગર શહેર વિસ્તારોમાં આશા કાર્યકર્તા (ASHA) અંગે સંક્ષિપ્ત નોંધ જોઇએ તો……..

આશા (Accredited Social Health Activist) કાર્યક્રમને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) દ્વારા શહેરી વિસ્તારોમાં પણ વિસ્તૃત કરવામાં આવ્યો છે. આશા કાર્યકર્તા શહેરી આરોગ્ય કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શહેરી વિસ્તારોમાં આશાની નિમણૂકમાં નીચેના દિશાનિર્દેશો ધ્યાનમાં રાખવામાં આવ્યા છે:

આશા બહેનોનું કાર્યક્ષેત્ર 1000-2500 વસ્તી (અથવા 200-500 પરિવારો) માટે નિયત છે. તે મુખ્યત્વે શહેરી ગરીબ વસાહતોમાં સેવા પ્રદાન કરે છે.

તેમની મુખ્ય જવાબદારીઓ
માતા અને શિશુ આરોગ્યની સંભાળ માટે જાગૃતિ તેમજ આરોગ્ય સેવાઓ મળે છે તેની જાણકારી રસીકરણથી માંડી સારવાર માટે લોકોને માટે કડીરૂપ બનવુ તેમજ ગંભીર બીમારીઓ, સચેતનતા અને રોગપ્રતિકારક કાર્યકમોનું પ્રસાર કરવું તે છે દરમ્યાન હવેથી શહેરી આરોગ્ય અને પૌષ્ટિકતાને પ્રોત્સાહન આપવા પણ આશા વર્કરો સક્રીય છે
આરોગ્ય સુવિધાઓ સુધી લોકોને લઈ જવામાં મદદરૂપ થવું. જે માટે
આશાને યોગ્ય પ્રાથમિક આરોગ્ય સેવા માટે તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (UPHCs) દ્વારા તેમને સત્તત માર્ગદર્શન અને ટેકો અપાય છે.

શહેરી આશા કાર્યકર્તા, આરોગ્યક્ષેત્રે લોકોની નજીક જઈને તેમના આરોગ્ય અને કલ્યાણ માટે મહત્વપૂર્ણ યોગદાન આપે છે, જે શહેરી આરોગ્ય માળખાને વધુ મજબૂત બનાવે છે.

આશા વર્કર બહેન ની ભુમિકા અને કાર્યો —

આશા (Accredited Social Health Activist) કાર્યક્રમને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) દ્વારા શહેરી વિસ્તારોમાં પણ વિસ્તૃત કરવામાં આવ્યો છે. આશા કાર્યકર્તા શહેરી આરોગ્ય કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શહેરી વિસ્તારોમાં આશાની નિમણૂકમાં નીચેના દિશાનિર્દેશો ધ્યાનમાં રાખવામાં આવ્યા છે:

કાર્યક્ષેત્ર:
આશાનું કાર્યક્ષેત્ર 1000-2500 વસ્તી (અથવા 200-500 પરિવારો) માટે નિયત છે. તે મુખ્યત્વે શહેરી ગરીબ વસાહતોમાં સેવા પ્રદાન કરે છે.

મુખ્ય જવાબદારીઓ:

માતા અને શિશુ આરોગ્યની સંભાળ આપવી.
ગંભીર બીમારીઓ, સચેતનતા અને રોગપ્રતિકારક કાર્યકમોનું પ્રસાર કરવું.
હવેથી શહેરી આરોગ્ય અને પૌષ્ટિકતાને પ્રોત્સાહન આપવું.
આરોગ્ય સુવિધાઓ સુધી લોકોને લઈ જવામાં મદદરૂપ થવું.
પ્રશિક્ષણ અને સહાયતા:
આશાને યોગ્ય પ્રાથમિક આરોગ્ય સેવા માટે તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (UPHCs) દ્વારા તThemને સત્તત માર્ગદર્શન અને ટેકો અપાય છે.

શહેરી આશા કાર્યકર્તા, આરોગ્યક્ષેત્રે લોકોની નજીક જઈને તેમના આરોગ્ય અને કલ્યાણ માટે મહત્વપૂર્ણ યોગદાન આપે છે, જે શહેરી આરોગ્ય માળખાને વધુ મજબૂત બનાવે છે. એક આશા વર્કર અંદાજિત વસ્તી 2000 થી૨૫૦૦ કવર કરે છે આશા કાર્યકર્તા તરીકે પસંદગી માટે ઓછામાં ઓછું 10મી ધોરણ (SSLC) સુધીનું શૈક્ષણિક લક્ષ્ય હોવું આવશ્યક છે.
તે વિસ્તારમાં જો યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતી મહિલાઓ ઉપલબ્ધ ન હોય, તો મર્યાદિત શૈક્ષણિક લાયકાત ધરાવતી મહિલા પસંદ કરી શકાય છે તેમજ
પસંદગીના સમયે આશાની ઉંમર 25 વર્ષથી 45 વર્ષ વચ્ચે હોવી જોઈએ અને આશા કાર્યકર્તા તે જ શહેરી વિસ્તાર-વસાહતમાં રહેતી હોવી જોઈએ, જ્યાં તે સેવા આપશે ઉપરાંત સામાજિક કાર્યમાં રુચિ ધરાવતી અને આરોગ્ય મુદ્દાઓ અંગે સમર્પિત હોય તેવું વ્યક્તિગત લક્ષણ અવકાર્ય ગણાય છે લોકો સાથે સરળતાથી વાતચીત કરવાની કુશળતા આ સેવાને વધુ અસરકારક બનાવે છે

 

—-આશા બહેનોની કામગીરી અને મહત્વ અંગે વિસ્તૃત જોઇએ તો

અધિકૃત સામાજિક આરોગ્ય કાર્યકર્તા (આશા) એ ભારતના રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન (NRHM)ના ભાગ રૂપે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) દ્વારા નિયુક્ત કરાયેલા સમુદાય આરોગ્ય કાર્યકર છે.[1]  મિશન 2005 માં શરૂ થયું હતું;  સંપૂર્ણ અમલીકરણ 2012 માટે લક્ષ્યાંકિત કરવામાં આવ્યું હતું. માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર્તા (આશા) પાછળનો વિચાર સમુદાયોને આરોગ્ય સંભાળ સિસ્ટમ સાથે જોડવાનો છે “દરેક વિસ્તારમાં એક “આશા” રાખવાનું લક્ષ્ય રહ્યુ છે

ગુજરાતમાં 44,287 આશાવર્કર કામ કરે છે. આ આશાવર્કરોનું કામ ઘરે-ઘરે જઈને તાવ, શરદી, ટી. બી, કોરોના, પ્રસુતિ તેમજ મહિલાઓના આંકડા ભેગા કરવાનું હોય છે. આ ઉપરાંત આશાવર્કરો ઘરે-ઘરે જઈને બાળકોને રસી અપાવવાનું પણ કામ કરે છે.

પોતાના વિસ્તારના  લોકોને સારુ આરોગ્ય પ્રાપ્ત થાય અને તેમને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે આશા તરીકે તમને જે કામગીરી સોંપવામાં આવી છે તે ખૂબ જ અગત્યની છે તેમજ સમગ્ર કાર્યક્રમના સફળ અમલીકરણમાં તમારો ફાળો ખૂબ જ મહત્વનો છે.

લોકો અને આરોગ્ય સેવાઓ વચ્ચે સેતુરૂપ બનીને લોકો જાહેર આરોગ્યના તમામ કાર્યક્રમોમાં ભાગ લે તેની તકેદારી રાખવી. લોકોને આરોગ્યને લગતી કોઇ પણ જરૂરીયાત ઊભી થાય ત્યારે હાજર રહેવું. લોકોમાં આરોગ્યને લગતી જાગૃતિ ઊભી કરવી અને સ્થાનિક આરોગ્યને લગતાં આયોજન કરવા અને ઉપલબ્ધ આરોગ્ય સેવાઓનો ઉપયોગ વધારવા લોકોને પ્રોત્સાહીત કરવા.લોકોને યોગ્ય અને સુવિધાજનક આરોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવી.
આરોગ્ય, પોષણ, વ્યક્તિગત અને જાહેર સ્વચ્છતા અને સાફ-સફાઇ, આરોગ્યપ્રદ આદતો જેવી આરોગ્ય પર અસર કરતી બાબતો અંગે લોકોને જાણકારી પૂરી પાડવી.મહિલાઓને ગર્ભાવસ્થાની તૈયારીઓ, સુરક્ષિત પ્રસૂતિનું મહત્ત્વ, નવજાત શિશુની સંભાળ, સ્તનપાન અને પૂરક પોષણ, રસીકરણ, ગર્ભનિરોધક સાધનો, જાતિય રોગ સામે લેવા જેવી જરૂરી કાળજી, બાળમાંદગી અને બાળ ઉછેર વગેરે અંગે સલાહ – સમજણ આપવી તથા પરામર્શ કરવું. આંગણવાડી / પેટા કેન્દ્ર / પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેવાં સ્થળ પર સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી રસીકરણ, ગર્ભસ્થ શિશુની સંભાળ, પ્રસૂતિ બાદની તપાસ, પૂરક પોષણ, સ્વચ્છતા અને અન્ય આરોગ્ય સંબંધિત સેવાઓ ઉપલબ્ધ છે , તેનું ધ્યાન લોકો રાખતા થાય, એટલા તેમને જાગૃત અને સજ્જ બનાવવા.
મમતા દિવસનો પ્રસાર કરવો અને ગામની તમામ સગર્ભા તેમજ ધાત્રી માતાઓ તેમજ બાળકો તેનો પુરો લાભ મેળવે તે બાબતની કાળજી રાખવી.સરકાર દ્વારા પૂરા પાડવામાં આવતા ઓ.આર.એસ., લોહતત્ત્વ અને ફોલિક એસીડની ગોળીઓ, ડિસ્પોઝેબલ પ્રસૂતિ કિટ, ગર્ભનિરોધક ગોળીઓ, નિરોધ વગેરે તમારી પાસે રાખીને ગામ લોકોને તે આપવાનું કામ કરવાનું હોય છે.લોકોની આરોગ્ય સુધારવા અંગે જરૂરી વર્તણૂંક બદલવામાં મદદરૂપ થવું. જન્મ અને મૃત્યુની નોંધણી કરાવવી. કામગીરીના શ્રેષ્ઠ અને આગોતરા આયોજન માટે તેમજ અનુભવો અને વિચારો લખવા માટે તથા અન્ય સંદર્ભ નોંધ રાખવા માટે ડાયરી આપવામાં આવેલ છે જે અત્યંત મદદરૂપ થાય તેમ નોંધ કરતી રહેવીઓછા વજન વાળા બાળક ની સંભાળ અને ખોરાક ની માહિતી આપવી જુદા જુદા કાર્ડ જેમકે મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ, આયુષમાન કાર્ડ, આભા કાર્ડ,હેલ્થ નોંધ ના કાર્ડ વગેરે જાણકારી આપી તે મેળવવા મદદ કરવીઅઠવાડીયાનાં ચાર થી પાંચ દિવસ, રોજના બે ક્લાક સુધી આશા પોતાના કાર્ય વિસ્તારમાં રહેતા કુટુંબોની મુલાકાત જેમાં વંચિત સમુદાયને તે પ્રાથમિકતા આપશે. લોકોનું સ્વાસ્થ્ય સારૂં રહે અને રોગોનો અટકાવ થાય તેવી સંભાળ પૂરી પાડવા માટે આશાએ ગૃહ મુલાકાત લેવાની હોય છે. આશા દ્વારા માતા, નવજાત અને બાળ સ્વાસ્થ્ય સેવાઓ ઉપરાંત બિનસંચારી રોગો, વિકલાંગતા અને માનસિક સ્વાસ્થ્ય સેવાઓ આપવા માટે ગૃહ મુલાકાત અગત્યની કામગીરી છે. જે ઘરોમાં સગર્ભા સ્ત્રી, નવજાત શિશુ, બે વર્ષથી નાની ઉંમરના બાળકો અથવા કુપોષિત બાળક હોય, તે ઘરોને ગૃહ મુલાકાત માટે આશાએ પ્રાથમિકતા આપવી જોઇએ. આશા દ્વારા દરેક ઘરની મહિનામાં એકવાર મુલાકાત લેવી જરૂરી છે. જે ઘરોમાં નવજાત શિશુ હોય ત્યાં આશા દ્વારા છ(૬) કે તેથી વધુ મુલાકાતો લેવી જરૂરી છે.
તેમજ મમતા દિવસ ( સ્વાસ્થ્ય અને પોષણ દિવસ) માં લોકોને આંગણવાડી અથવા નર્સ (એ.એન.એમ./સ્ત્રી આરોગ્ય કાર્યકર) ની સેવાઅની જરૂરિયાત હોય તેમને મમતા દિવસમાં હાજર રહેવા પ્રેરિત કરવા જોઇએ. પરામર્શ, સ્વાસ્થ્ય શિક્ષણ અને સેવાઓ મેળવવા માટે આશાએ લોકોને મદદ કરવી જોઇએ.
સગર્ભા સ્ત્રી, માંદુ બાળક કે જેમને આરોગ્ય કેન્દ્રથી સારવાર મેળવવાની જરૂર હોય, તેમની સાથે આશાએ જવાનું હોય છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં થતી માસિક બેઠકમાં આશાની હાજરી અપેક્ષિત છે. વિસ્તારની બેઠક કરવીસંજીવની સમિતિ (VHSNC) નાં સભ્ય કે સભ્ય સેક્રેટરી તરીકે આશાએ સમિતિની માસિક બેઠક બોલાવવામાં સહાય કરવી અને તેની કામગીરીમાં આગેવાની અને માર્ગદર્શન પુરું પાડવાનું રહેશે. લોકોને સ્વાસ્થ્ય શિક્ષણ પુરું પાડવા માટે આ બેઠકની સાથે ફળિયા બેઠકો યોજી શકાય છે.રેકોર્ડ નિભાવવા પોતાની કામગીરી તેમજ લોકોના આરોગ્ય માટે વધુ સારી રીતે આયોજન કરવા આશા દ્વારા જરૂરી રેકોર્ડ નિભાવવાના રહેશે. તેમજ આંગણવાડી વર્કર . Mphw / fhw ના સંકલન માં રહી ને કામગિરી કરવી જોઈએ વગેરે વિવિધતાસભર કામગીરી આશા વર્કર બહેનોનુ ધ્યેય હોય છે જેનાથી લોકોમાં તંદુરસ્તી કેળવાય અને લોકો સરકારની અમલમાં રહેલી આરોગ્યને લગત અનેકવિધ યોજનાઓનો લાભ લેતા રહે અને જરૂરી વિગતો એજત્ર થાતી રહે જે આગળની યોજના માટે મહત્વપુર્ણ બની રહે તે સહિતનુ આ રીતેનુ આશા બહેનોનુકાર્ય આશાના કિરણ સમાન બની રહે છે જેથી જામનગર શહેરના આશા બહેનોની કામગીરીને બિરદાવી અભિનંદન આપવાનુ ચોક્કસ મન થાય તે સ્વાભાવિક છે.
__________….__________

—-regards

bharat g.bhogayata

Journalist ( gov.accre.)

b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)

Journalist ( gov.accre.)

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!