jmr-“જ્ઞાતિરત્ન” ના.મા.ની ઓચિંતિ વિદાય

DM-ADM-SDMની પરીવારને સાંત્વના
જામનગર (ભરત ભોગાયતા)
માનવ જીવનની બે સૌથી મોટી ઘટનાઓ જીવન અને મૃત્યુ ,આ બંને ઘટનાઓ ઉપર માણસનો પોતાનો કોઇ જ કાબુ નથી ચાલતો અણધારી આ ઘટનામાં વિરોધાભાસ એ છે કે એક જન્મ વખતે પરીવારમાં સભ્ય વધ્યાનો હર્ષ હોય છે જ્યારે બીજી ઘટના પરીવારના અનન્ય તાંતણે બંધાયેલા સભ્યની ઘટ પડ્યાની ગમગીની હોય છે અને ગમે તેટલા શબ્દોમાં શ્રદ્ધાંજલિ આપીએ પરંતુ સ્વજન ખોવાયાના પહાડ જેવડા દુ:ખનુ ઓસડ માત્ર વિતતો સમય જ હોય છે એમ બહોળા જન સમુદાયનો અનુભવ છે.
જામનગરની કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર કિરણબેન મુકેશભાઇ અનુવાડીયાની અણધારી વિદાય એવા જ કઇક વજ્રાઘાત સમાન રહ્યાનું સદગતના નાના બહેન મીતલબેન (ચીફ એકાઉન્ટન્ટ GPO જામનગર) ડો. હિમાંશુભાઇ (GGGH JAMNAGAR) આમરણીયા એ જણાવી ઉમેર્યુ હતુ કે ભગવાન વિશ્ર્વકર્માજીની જયંતિના પાવન દિવસે કિરણબેનને તેઓની અજોડ સેવાઓ બદલ જ્ઞાતિરત્નથી સન્માનિત કરાયેલા ત્યારે અમોને ક્યાં ખબર હતી કે આ પાવન દિવસે જ કિરણબેન અનંતયાત્રાએ નીકળી જશે…..!!!!??





હાલ જામનગર કલેક્ટરેટમાં જામનગર શહેર પ્રાંત અધીકારી(ડેપ્યુટી કલેક્ટર) કચેરીમાં ડેપ્યુટી મામલતદાર(મતદાર યાદી વિ.ચુંટણી કામગીરી) તરીકે ફરજમાં રહેલા સદગત કિરણબેનએ જોડીયા,ધ્રોલ રેવન્યુ કચેરીઓમાં ફરજ બજાવી છે તેમના ઝળહળતા કાર્યકાળમાં તેમણે નિષ્ઠા પુર્વક ફરજ બજાવી સરકારી નિતિરીતીના ચુસ્ત પાલન કરવાની સાથે અરજદારોને રાહતરૂપ ફરજ બજાવી હતી તો સદગતની કાર્ય પ્રણાલીથી તેઓની ઉપર ઉચ્ચ અધીકારીઓને ખૂબજ ગૌરવ થતુ હતુ.
કિરણબેનના પતિ ઉદ્યમી હોવાની સાથે સેલ્ફ એમ્પ્લોઇ છે તેમજ તેઓના પુત્ર ખૂબજ તેજસ્વી છે અને ઇન્ફર્મેશન ટેકનોલોજીનો અભ્યાસ કરે છે તેઓને અનંતમાંથી સદગત કિરણબેનના નિત્ય આશીર્વાદ મળતા રહેશે
ગત તારીખ ૧૧ ફેબ્રુઆરીની શરૂઆત થતા પહેલાની મોડી રાત્રીએ કિરણબેનને આવેલો હ્રદયરોગનો હુમલો પ્રાણઘાતક નિવડ્યો હતો અને પરીવારના સભ્યોને આઘાતનો આંચકો આપનારો બન્યો હતો.સદગતના સમર્પણ હોસ્પીટલ પાસે વાસા વીરા સોસાયટીના નિવાસ સ્થાનેથી તેઓની અંતિમ યાત્રા નીકળી હતી તેમાં પરીવારજનો સગા સ્નેહીઓ જ્ઞાતિજનો સહ કર્મચારીઓ સૌ સજળ નયને જોડાયા હતા
તેમજ સદગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પણ સૌ સગા સ્નેહીઓ સહકર્મચારીઓ જ્ઞાતિ સમાજના આગેવાનો સભ્યો સૌ ઉપસ્થિત રહ્યા હતા
જામનગર જીલ્લા કલેક્ટર(DM) શ્રી કેતન ઠક્કર,નિવાસી અધિક કલેક્ટર(ADM) શ્રી ભાવેશ ખેર ,પ્રાંત અધીકારી-ડેપ્યુટી કલેક્ટર (SDM) શ્રી પ્રશાંત પરમાર એ સદગતના નિવાસ સ્થાને જઇ પરીવારજનોને સાંત્વના પાઠવી હતી અને કિરણબેનની પ્રસંશનીય ફરજોને પ્રેરક ગણાવી હતી અને સદગત કિરણબેનના સરકારી ફંડ વગેરે કાર્યવાહીઓ સુપેરે કરી આપવાની પણ ખાત્રી આપી હતી
ગુર્જર સુતાર જ્ઞાતિના સદગત કિરણબેન મુકેશભાઇ અનુવાડીયા જ્ઞાતિમાં પણ ખૂબ સારી નામના ધરાવતા હતા અને સમાજમાં સૌ ને ઉપયોગી થવાની તેઓની ઉદાત ભાવનાથી ખૂબ જાણીતા હતા અને જ્ઞાતિરત્ન સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્ઞાતિના વિદ્યાર્થી સન્માનમાં મહત્વનું યોગદાન આપવા બદલ તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ વખતો વખત તેઓને જ્ઞાતિમાં સક્રિય યોગદાન આપવા અંગે સન્માનિત કર્યા હતા
ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરીએ તેઓના હ્રદયદ્રાવક શોક સંદેશામાં સદગત કિરણબેનના નિધનથી શોક વ્યક્ત કર્યો હતો.જય ભગવાન ધૂન મંડળે સદગતના નિધનથી શોક વ્યક્ત કર્યો હતો.
રેવન્યુ વિભાગના સહકર્મચારીઓ જણાવે છે કે સદગત કિરણબેન મક્કમ મનથી ફરજ બજાવતા તેમજ તેઓનો સદાય સ્મિતભર્યો ચહેરો અમે વિસરી શકીશુ નહી તેમ જણાવી સહ કર્મચારીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે
🙏🕉️ૐ શાંતિ 🕉️🙏
_______>>___________>>>>______
—-regards
bharat g.bhogayata
Journalist ( gov.accre.)
b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com





