VALSADVALSAD CITY / TALUKO

વલસાડ જિલ્લાના ૩૩.૫૦ કિમીના વિવિધ માર્ગો પર ડામર પેચવર્ક દ્વારા કામગીરી હાથ ધરાઈ

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૫ સપ્ટેમ્બર

વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે બિસ્માર બનેલા રસ્તાની મરામત કામગીરી હાલ વરસાદે વિરામ લેતા વલસાડ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા શરૂ કરવામાં આવી છે. જેને પગલે વાહન ચાલકોને હવે રાહત મળશે. હાલ શરૂ થયેલી કામગીરીમાં મુખ્યત્વે ભીલાડ નરોલી રોડ, ભીલાડ સ્ટેશન થી સરીગામ ફણસા રોડ, વાપી મોટાપોંઢા રોડ, ખેરગામ ધરમપુર રોડ, તિથલ વલસાડ ધરમપુર હુંડા નાસિક રોડ, વાપી કોપરલી અંભેટી સુખાલા રોડ, જુજવા કાંજણહરી કાપરીયા દુલસાડ રોડ, ભીલાડ લિંક રોડ નેશનલ હાઈવે થી ભીલાડ- સંજાણ રોડ, ભીલાડ – ધનોલી- ઝરોલી રોડ અને કરમબેલી- અચ્છારી- બોરીગામ- કચીગામ રોડની મરામત કામગીરી ડામર પેચ વર્કથી ચાલી રહી છે. વલસાડ જિલ્લામાં ઉપરોક્ત વિવિધ વિસ્તારના કુલ ૩૩.૫૦  કિલો મીટરના રસ્તાની ડામર પેચ વર્કથી કાયા પલટ કરવામાં આવી રહી છે. જેનાથી બિસ્માર રસ્તાને કારણે રોજે રોજ પરેશાન થતા વાહન ચાલકોને સરળતા પડશે.

Back to top button
error: Content is protected !!