GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: મીડિયા કર્મીઓ માટે આયોજિત હેલ્થ ચેકઅપ કેમ્પમાં બહોળી સંખ્યામાં સહભાગી બનતા પત્રકારો

તા.15/11/2025

વાત્સલયમ્ સમાચાર

રાજકોટ ખાતે બે-દિવસીય કેમ્પમાં ૯૭ પત્રકારોના સુગર, લીવર, કિડની, થાઇરોઇડ બી-12 સહિતના બ્લડ અને એક્સ રે, ઈ.સી.જી. રિપોર્ટ્સ કરાયા

Rajkot: પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પત્રકારત્વ સાથે સંકળાયેલા કર્મીઓ માટે ‘ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા’ અભિયાન શરુ કરાવ્યું છે . જેના ભાગરૂપે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સતત બીજા વર્ષે મીડિયાકર્મીઓ માટે ગુજરાત ભરમાં હેલ્થ ચેકઅપ કેમ્પના આયોજન હાથ ધરવામાં આવ્યા છે.

ગુજરાત રાજ્યના માહિતી ખાતા અને ગુજરાત રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ‘ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા’ અન્વયે રાજકોટ ખાતે આયોજિત બે-દિવસીય હેલ્થ ચેકઅપ કેમ્પના પ્રથમ દિવસે ૫૫ તેમજ બીજા દિવસે ૪૨ જેટલા પ્રિન્ટ તેમજ ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર, કેમેરામેન, વીડિયોગ્રાફરે ઉપસ્થિત રહી બ્લડ રિપોર્ટ, એક્સ-રે, ડેન્ટલ તેમજ ઈ.સી.જી. સહિતના વિવિધ રિપોર્ટ્સ કરાવી સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ દર્શાવી હતી.

રેડક્રોસ કેન્દ્ર ખાતે તા. ૧૪ અને ૧૫ નવેમ્બરના રોજ બ્લડ સેમ્પલ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ, લીવર, લિપિડ પ્રોફાઈલ, કિડની, સાંધા, હાડકા, થાઇરોઇડ, બી-૧૨, વિટામિન, ત્રણ મહિનાનું સરેરાશ સુગર સહિતના રિપોર્ટ સામેલ છે. જ્યારે ૩૫ કે તેથી વધુ વર્ષની ઉંમરના પત્રકારો માંટે હદય તેમજ ફેફસા સંબંધી ઇ.સી.જી. અને એક્સ-રે રિપોર્ટ કરી આપવામાં આવ્યા હતાં.

પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટના સંયુક્ત માહિતી નિયામકશ્રી મિતેષ મોડાસીયાના માર્ગદર્શનમાં માહિતી કચેરીના અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓએ પત્રકારો માટે વ્યવસ્થાપન સંભાળ્યું હતું.

કેમ્પને સફળ બનાવવા રેડક્રોસ સોસાયટીના ડો. દિપક પટેલ અને તેમની ટીમના સહયોગથી ઇન્ડિયન રેડ ક્રોસ ટ્રસ્ટ સોસાયટી ગુજરાત શાખાની અમદાવાદની ટેક્નિકલ ટીમના સર્વેશ્રી સંજયભાઈ, શ્રી હર્ષિલભાઈ શ્રીમાળી, શ્રી નવનીતભાઈ, શ્રી સુરેશભાઈ, શ્રી જીતુભાઈ સુખડિયાનો સહયોગી પ્રાપ્ત થયો છે.

Back to top button
error: Content is protected !!