GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શહેરના જુડવા બાળકો એ સાત વર્ષની ઉંમરે પ્રથમ રોઝો રાખી વિશ્વભરમાં શાંતિ અને સલામતી માટેની દુવા માંગી.

 

તારીખ ૨૩/૦૨/૨૦૨૬

 

પવિત્ર રમજાન માસની શરૂઆત થી મુસ્લિમ સમાજ ના યુવાનો વૃદ્ધો મહિલાઓ સહિત બાળ રોઝેદારો ગરમીમાં વહેલી સવારે શહેરી કરી સતત ૧૩ કલાક સુધી ભૂખ પ્યાસ ને ત્યાગી નમાજ ઈબાદત કરી પવિત્ર રમઝાન માસમાં ખુદા ને રાજી કરવાના પ્રયાસો સાથે બંદગી કરી રહ્યા છે ત્યારે કાલોલ સ્થિત કસ્બા હુસેનની ચોક ખાતે રહેતા પઠાણ મોશીનખાન યાકુબખાન ના બે જુડવા બાળકો એવાં પઠાણ હસનૈનખાન અને હુરનૈનખાન એ જીંદગી નો પ્રથમ રોઝો જે સાત વર્ષ ની નાની ઉંમરમાં પ્રથમ વખત પ્રથમ રોઝો રાખી ખુદાની ઈબાદત કરી છે જેથી પિતા મોશીનખાન અને મમ્મી ગોશીયાબાનુ પોતાની નાના બન્ને બાળ રોઝેદાર ને દુવાઓ સાથે શુભેચ્છા આપી અભિનંદન પાઠવી બન્ને જુડવા બાળકો માટે દુવા માગી ફૂલહાર થી સ્વાગત કરી પવિત્ર રમઝાન મુબારક માસમાં બાળ રાઝેદાર ને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે દાદા સહિત નાના-નાની મામા સાથે સમગ્ર પરીવારે શુભેચ્છા આપી અભિનંદન પાઠવ્યા હતા તેમજ ૧૩ કલાક કરતાં વધારે સમય માટે આટલી કાગજાળ ગરમીમાં રોઝો રાખી ભારત દેશ સહિત વિશ્વ ભરમાં કાયમી ચેનસુકૂન-શાંતિ અને સલામતી માટેની ખાસ દુવા કરી હતી.અત્રે ઉલ્લેખનીય છેકે ઉનાળામાં ઉંચા તાપમાનમાં રોઝા રાખવા સહેલી વાત નથી પણ નાના છોકરાઓ પણ રોઝો રાખીને રમજાન માસ ઉજવતા હોય છે અને રોઝો રાખીને વ્યક્તિ દિવસ દર્મયાન કાઈ પણ ખાતો પિતો હોતો નથી આવી ઇબાદત કોઇ નાનો બાળક કરે એ અદભુત પૂર્વ કહિ શકાય એ કામ કાલોલ કસ્બામાં રહેતા માતાપિતા ના લાડકવાયા જુડવા બાળકો હસનૈનખાન અને હુરનૈનખાન એ સાત વર્ષની ઉંમરે પોતાના જીવન નો પ્રથમ રોઝો રાખી ખુદાની ઇબાદત કરી જે ખરેખર પ્રશંસનીય કાર્ય કહીં શકાય.

 

Back to top button
error: Content is protected !!